તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણઘડ વહિવટ:ગાગોદર PHCના સ્ટાફને અન્યત્ર મોકલાતા બિમાર દર્દીઓ રઝળ્યા

ગાગોદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાગડમાં આરોગ્ય તંત્રના અણઘડ વહિવટનો નમુનો
  • આજુબાજુના 15 ગામના લોકો લે છે સારવાર પણ હવે પીએચસી બે નર્સના ભરોસે

કોરોનાકાળમાં કચ્છમાં આરોગ્ય તંત્રની અનેક ખામીઓ બહાર આવી છે. જિલ્લામાં આમ પણ આરોગ્ય તંત્રમાં સ્ટાફની ઘટ છે અને તેના કારણે કરાતા આડેધડ આયોજનને લઇને દર્દીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યાં છે. આવો જ અણઘડ વહિવટનો નમુનો રાપરના ગગોદર પીએચસી ખાતે બન્યો છે. અહીં તબીબ સહિતનો સ્ફાફ જ હાજર ન બહેતા દર્દીઓ રઝળી પડ્યા હતા. માત્ર નર્સ હાજર હોવાથી દર્દીઓને છેક પલાંસવા દવા લેવા જવાની નોબત આવી હતી.

ગાગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ 10 જેટલાં સબ સેન્ટર આવે છે અને અહીં આસપાસના 15 જેટલાં ગામ લોકો દવા લેવા આવે છે. પરંતુ સોમવારે તંત્રના અપધડ આયોજનના લીધે દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અહીંના એમબીબીએસ ડોકટર મોડ અને ફાર્માસીસ્ટની ડ્યૂટી રાપર કોવીડ સેન્ટર ખાતે હોવાથી હાજર નથી. જ્યારે વોર્ડબોય અમીન મીરનીને પલાંસવા સીએચસી કોવીડ સેન્ટરમાં મુકેલા હોવાથી હાલ માત્ર બે સ્ટાફ નર્સ ગાગોદર પીએચસીમાં છે તેવું ફાર્માસીસ્ટ જસવંત પરમારે જણાવ્યું હતું.

નોંધનીય છે કે ગાગોદર નેશનલ હાઇવેને અડીને આવેલુ ગામ હોવાથી અવર- નવાર અકસ્માતના બનાવો થતા હોય છે. જેના પગલે અહીં નિયમિત તબીબ હાજર રહે તે જરૂરી છે. તાજેતરમાં મુળ ગાગોદરના વિવિધ દાતાઓ દ્વારા પણ હોસ્પિટલમાં આરોગ્યના સાધનો દાનમાં આપવામાં આવ્યા છે. ત્યારે સરકાર પણ અહીં નિયમિત સ્ટાફ મુકે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...