તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોહીબીશનનો ગુનો:ઝંડા ચોકમાં શોરૂમનો કર્મી દારૂની 12 બોટલ સાથે જબ્બે, જથ્થો મોકલનાર, આપનાર સામે ગુનો નોંધ્યો

ગાંધીધામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગાંધીધામના ઝંડા ચોકમાં આવેલા એક શો-રૂમમાં નોકર કરતથો કર્મચારી વિદેશી દારૂની 12 બોટલ સાથે પકડાયો હતો. પોલીસે આપનાર અને આપી જનાર સહિત ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ અશોક સોંધરા અને કોન્સ્ટેબલ જગદિશ સોલંકીને બાતમી મળી હતી કે ઝંડા ચોકમાં આવેલા જેક એન્ડ જોન્સ શો-રૂમમાં નોકરી કરતો રામ મનોહર પામનાની પોતાના શો-રૂમ માં વિદેશી દારૂ રાખી વેંચાણ કરી રહ્યો છે.

આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી આદિપુરના વોર્ડ-6/એમાં રહેતા રામ પામનાનીને સાથે રાખી તલાસી લેતાં કપડાના થેલામાંથી રૂ.15,200 ની કિંમતના વિદેશી દારૂની 12 બોટલો મળી આવતાં તેની અટક કરી હતી. તેની પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો સેક્ટર-7 માં રહેતા મનિષ દાફડાના કહેવાથી ગણેશનગરમાં રહેતો જીતુ મહારાજ આપી ગયો હોવાનું જણાવતાં હાજર ન મળેલા આ બન્ને વિરૂધ્ધ પણ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો