તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંધીધામમાં કંપની બતાવી રૂ. 180 કરોડના ફેક બિલનું રેકેટ ઝડપાયું

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GST ઈન્ટેલીજન્સે ગુવાહાટીમાં શખ્સની અટક રીમાન્ડમાં મોકલ્યો

જીએસટી લાગુ થયા બાદ ફેક ઈનવોઈસ પ્રકરણ ઝડપાવવાનો સીલસીલો સતત ચાલુ છે. સુત્રોએ જણાવ્યું કે ગુવાહાટીમાં જીએસટી ઈન્ટેલીજન્સ દ્વારા 180 કરોડના ફેક ઈનવોઈસના રેકેટનો પર્દાફાશ કરાયો હતો.જીએસટી ઈન્ટેલીજન્સની ટીમે કોલસાના ટ્રેડ સાથે જોડાયેલા ફેક ઈનવોઈસના રેકેટનો ગુવાહાટી ઝોન એડીશનલ ડાયરેક્ટર જનરલની દોરવણી હેઠળ પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં અત્યાર સુધી બહાર આવેલી જાણકારી અનુસાર 180 કરોડના ફેક ઈનવોઈસ અને સેસ સાથે જીએસટીના ફેક ક્રેડીટ ઓફ ઈનપુટ ટેક્સ 15.5 કરોડનો પણ સમાવેશ થાય છે.

ષડયંત્રકારીએ ગાંધીધામ, લુધીયાણા અને હરીયાણાના કાલકા તેમજ ગુવાહાટીમાં પોતાની કંપનીઓ દર્શાવી આ તમામ સ્થળોએથી ઈનવોઈસ મેળવી રહ્યા હતા. યુનીટ ઉતર ભારતમાં સ્થિત સીમેંટ મેન્યુફેક્ચર્સ, કોક મેન્યુફેક્ચર્સ તેમજ અન્ય ટ્રેડર્સને કોઇ સામાન આપ્યા વીના બીલ અપાતા હતા. સુત્રોએ જણાવ્યું કે હાલ એક આરોપીને ઝડપીને તેને કોર્ટ રજૂ કરાતા 14 દિવસની કસ્ટડીમાં મોકલી અપાયો છે.

તપાસમાં વધુ નામ અને સંદર્ભો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. નોંધવુ રહ્યું કે તાજેતરમાં ભાવનગરમાં જીએસટીના સેન્ટ્રલ અને સ્ટેટ બન્ને વિભાગો દ્વારા બહુઆયામી પ્રકરણો સામે લવાયા હતા. અને વિવાદોનો મધપુડો પણ છંછેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...