હાશકારો:માવઠાના મારથી બચી જતાં અબડાસાના ખેડૂતોને હાશકારો

રાયધણજર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ ધાબડિયો માહોલ રહ્યો, પાકને કોઇ નુક્સાન નહીં

કમોસમી વરસાદ અને માવઠાના મારથી બચી ગયેલા અબડાસા તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં સૂર્ય પ્રકાશિત હવામાન રહેતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા બે દિવસથી સમગ્ર વિસ્તારમાં માત્ર ધાબડિયા માહોલને બાદ કરતા પાકને કોઈ ખાસ નુકશાન ન જણાતાં કિસાનોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. તડકાના કારણે પરિસ્થિતિ સમાન્ય બની હતી. ખેતરોમાં ઉભેલી અને કાઢી લીધેલી મગફળીના પથરા તેમજ અન્ય પાકોને બચાવી લેવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...