તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલ પર ઝંબુળતુ જોખમ:શિવશક્તિ ઇમારતને ખાલી કરાવાઇ, સાત દિવસમાં તોડી પાડવા નોટિસ

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસડીએમના આદેશથી પ્રશાસન હરકતમાં આવ્યુંઃ પોલીસ સાથે કાર્યવાહી
  • ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તળે કામગીરી

ગાંધીધામના સેક્ટર 1 વિસ્તારમાં લાયન્સ ક્લબ પાછળ આવેલી જર્જરીત શિવ શક્તિ એપાર્ટમેન્ટ ને તોડવામાં પ્રશાસન સતત હાથ ખંખેરી રહ્યું છે ત્યારે તે આસપાસના રહેવાસીઓ માટે વધુને વધુ જોખમી બનતું જઈ રહ્યું છે. આ વચ્ચે એસડીએમના આદેશથી પાલિકા, પોલીસ સહિતનાએ ધસી જઈને ઈમારતમાં ગેરકાનુની રીતે રહેતા લોકોને ખાલી કરાવીને 7 દિવસમાં ઈમારતને તોડી પાડવા એસોસિએશનને પત્ર પાઠવ્યો છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હિંગળાજ ઓધવરામ ઑનર્સ એસોસિએશનને પત્ર પાઠવીને જણાવાયું હતું કે જર્જરીત અને ભયજનક માલૂમ થતી આ ઇમારત કોઇ પણ આકસ્મિક દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી તાત્કાલિક તોડવા પાત્ર બની રહી છે. હવે આ ઇમારત ખાલી છે ત્યારે તેને તોડી પાડવા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને પાલિકા અધિનિયમ 182 અંતર્ગત નોટિસ મળ્યાના 7મ દિવસમાં તોડી પાડવા સૂચના અપાઈ છે. તો અહિ અયોગ્ય રીતે રહેતા બે જેટલા પરિવારોને પણ ખાલી કરાયા હોવાનું જાણવા મળે છે.

પોલીસ પ્રોટેક્શન, મામલતદાર અને દબાણ શાખાના અધિકારીઓ સાથે ગયેલી ટીમે આ કાર્યને અંજામ આપ્યું હતું. અહિ નોંધવું રહ્યું કે છેલ્લા લાંબા સમયથી જર્જરીત આ ઇમારત તોડવામાં પ્રશાસન ગલ્લાતલ્લા કરતું હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરાયો હતો. ચિંતાજનક બાબત એવી પણ છે કે આ બિસ્માર અને પડુ પડુ થતી ઇમારતની તદન બાજુમાં હોસ્પિટલ આવેલી છે. હાલ વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે પ્રશાસન કોઇ દુર્ઘટના બને તે પહેલાજ સત્વરે આ જરૂરી કાર્ય નિપટાવે તે સમયની માંગ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...