તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શિણાય પાસે પીકઅપમાંથી રૂ. 25 હજારનો દારૂ મળ્યો, આરોપી ફરાર

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે વાહન સહિત 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

શિણાય પાસે પેટ્રોલિંગ કરી રહેલી સ્થાનિક પોલીસને બોલેરો પીક અપ ગાડીમાંથી રૂ.25 હજારનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આરોપી પોલીસને જોઇ બાવળિયામાં પલાયન થઇ ગયો હતો. આ બાબતે પ્રો.પીઆઇ આર.આર.વસાવા ટીમ સાથે ગત સાંજેપેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓ સાંઇનાથ રેસિડેન્સી પાસે પહોંચતા તેમને બાતમી મળી હતી કે અંતરજાળના રાજનગરમાં રહેતો વિપુલસિંહ ભારૂભા વાઘેલા બોલેરો પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મગાવેલો છેજેશિણાય પાસે આવેલા રોયલ પાર્ક-1 સોસાયટીનામકાન નંબર 48 માં રાખવાનો છે.

આ બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી હતી તે દરમિયાન બોલેરો આવતાં આરોપી વિપુલસિંહ ભારૂભા વાઘેલા પોલીસને જોઇ બાવળિયામા઼ ફરાર થઇ ગયો હતો. ગાડીની તલાશી લેતાં રૂ.15,390 ની કિંમતના વિદેશી શરાબની 114 બોટલો તથા રૂ.9,800 ની કિંમતના બિયરના 98 ટીન મળી કુલ રૂ.25,190 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો મળી આવતાંરૂ.4 લાખની કિંમતની બોલેરો ગાડી સહિતકુલ રૂ.4,25,190 નો મુદ્દામાલ જપ્ત કરી નાસી જનાર આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

વ્રજવાણીમાંથી 3400ના દારૂ સાથે 1 જબ્બે
બાલાસર પોલીસ મથકના પીએસઆઇ ડી.આર.ગઢવીને મળેલી બાતમીના આધારે રાપરના વ્રજવાણીના કોલીવાસમાં રહેતા રમેશ સામાભાઇ કોલીના મકાનમાં દરોડો પાડી રૂ.900 ની કિંમતના વિદેશી દારૂની બે બોટલ,રૂ.800 ની કિંમતના 8 ક્વાર્ટરીયા અનેરૂ.1,700ની કિંમતના બિયરના 17 ટીન મળી કુલરૂ.3,400ની કિંમતના દારૂ બિયર સાથે રમેશ સામાભાઇ કોલીને પકડી લીધો હતો પણ આ જથ્થો આપનાર ફૂલપરાનો મનજી ઉર્ફે મનિયો માવજી કોલી હાજર મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...