મુખ્યમંત્રીને રજૂઆત:શિણાય ડેમ નર્મદા કેનાલ મારફતે ભરવા માગણી કરાઇ

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની નર્મદાનું પાણી ભરવા મુખ્યમંત્રીને ધા
  • ભૂતકાળમાં કંડલા કોમ્પ્લક્ષને માટે પાણીનો ઉપયોગ કરાતો હતો

ગાંધીધામ મતવિસ્તારનાં ધારાસભ્યએ મુખ્યમંત્રીને કચ્છ જીલ્લાનાં ગાંધીધામ તાલુકાનાં શિણાય ડેમને નર્મદાનાં પાણીથી ભરવાની માગ કરી છે. અગાઉ શિણાય ડેમમાંથી કંડલા કોમ્પ્લેક્ષને પીવાનું પાણી પણ પુરૂં પાડવામાં આવતું હતું. તેની યાદ તાજી કરાવીને લોકોને પાણીની સુવિધા મળે તે માટે તાકીદે કાર્યવાહી કરવા માગણી કરી છે .

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતું કે શિણાય ડેમ આશરે 11 કી.મીનો ઘેરાવો ધરાવે છે. તથા આશરે 685 એકરનો વિસ્તાર ધરાવે છે અને આશરે 30 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવે છે. શિણાય ડેમ માંથી ભૂતકાળ માં કંડલા કોમ્પ્લેક્સને પીવાના પાણીનાં ઉપયોગ માટે પણ આ ડેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. પીવાનાં પાણી તરીકે ઉપયોગમાં લેવા માટે જરૂરી સાધનો હજુ પણ આ ડેમ પર મોજૂદ છે જે ધ્યાન લેવા વિનંતી છે. વડાપ્રધાન મોદીનો પ્રાઇમ પ્રોજેકટ એવા દિન દયાળ પોર્ટ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી માટે તેમજ અન્ય આજુ બાજુનાં ગામોજેવા કે અંજાર તાલુકાના તુણા, રામપર, નગા વાલાડીયા, સગડ, માથક, વીરા વિગેરે ગામો માટે અને તુણા બંદરના સંભવિત તીવ્રગતિના વિકાસનાં કારણે તેમજ આદિપુર-મુંદ્રા રોડ નાં આજુ બાજુનાં સંભવિત માનવીય વિકાસનાં કારણે પાણી ની ઊભી થનાર જરૂરિયાત ને પહોંચી વળવા ભવિષ્યમાં શિણાય ડેમ આધારિત પૂણી પૂરું પાડવાનું આયોજન કરી શકાય તેમ છે. શિણાય ડેમમાં આ અગાઉ જ્યારે વરસાદી પાણી નો સંગ્રહ થતો ત્યારે આજુ બાજુના દરિયાઈ પટી નાં ગામોમાં ભૂગર્ભ જળ ગુણવતા યુક્ત જળવાઈ રહતા હતા પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અનિયમિત અને અપૂરતા વરસાદ નાં કારણે તેમજ ભૂકંપ બાદ ઔદ્યોગિક વિકાસ, બંદરોનો વિકાસ તેમજ ખેતીના વિકાસના કારણે ભૂગર્ભ જળનો તીવ્રગતિએ ઉપયોગ થવાથી ગુણવતા યુક્ત ભૂગર્ભ જળની સપાટી અવિરત નીચે જવા લાગી આથી દરિયાના ખારા પાણીનો દબાણ વધવા લાગ્યું અને પાણીની ગુણવતા ઘટવા લાગી છે જેના કારણે ફળદ્રુપ જમીનની ગુણવતા પણ ક્રમશઃ ઘટવા લાગી છે. જો શિણાય ડેમમાં નર્મદાનાં નીર ભરવામાં આવે તો આજુ બાજુ નાં ગામોની ખેતી લાયક જમીન નવ સાધ્ય થઈ ખેત ઉત્પાદન ગુણવતા યુક્ત થવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ માં સુધારો થશે જેથી સામાજિક, આર્થિક અને શૈક્ષણિકતામાં આમૂલ પરિવર્તન આવશે. વિશેષમાં કંડલા કોમ્પલેક્ષ માં પર્યટન માટે પણ આ જળાશયનો ઉપયોગ કરી શકાય છે, શિણાય ડેમ કંડલા કોમ્પલેક્ષ થી ખુબજ નજીકના અંતરે આવેલો છે. શિણાય ડેમના મોટા-મોટા પાળા પાણી રોકવા માટે બનેલા છે. તે પાળાની પહોળાઈ હજી થોડી વધારવામાં આવે તો આ પાળા પર સારા ગાર્ડન બાળકો માટેના અલગ-અલગ રાઈડઝવગેરે આ વિષયનાં નિષ્ણાંતો ની સલાહ મેળવી પ્રવાસન સ્થળ તરીકે પણ આ ડેમનો વિકાસ કરી કંડલા કોમ્પલેક્ષને સરકાર તરફથી આ જીવન લોકોને ઉપયોગી થઈ શકે તેવી અનેરી ભેટ આપી શકાય તેમ છે. આ ડેમ નર્મદાનાં પાણી થી ભરવામાં આવે તો આદિપુર, ગાંધીધામ, અંજાર શહેર, દિન દયાળ પોર્ટ સંકૂલ તેમજ આજુબાજુના અનેક ગામો માટે ઉપયોગી થાય તેમ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શિણાય ડેમમાં પ્રથમ તબક્કે લોકોના વિરોધ વચ્ચે નર્મદા નિગમ દ્વારા પાણી ખાલી કર્યું હતું.

શિણાય ડેમ કચ્છની જીવાદોરી સમાન
જે રીતે સરદાર સરોવર સમગ્ર ગુજરાતની જીવાદોરી છે, તે રીતે નર્મદા નીર જે ડેમમાં ભરવામાં આવી રહ્યા છે તેવો ટપ્પર ડેમ કચ્છ જિલ્લાની જીવાદોરી છે અને તેવીજ રીતે શિણાય ડેમ ગાંધીધામ તાલુકાનાં મોટા ભાગના મતવિસ્તાર તેમજ અન્ય વિસ્તારની જીવાદોરી સમાન બની શકે તેમ છે. આ ડેમનાં પાણીનો ઉપયોગ મુખ્યત્વે કંડલા પોર્ટ, ગાંધીધામ-આદિપુર કોમ્પ્લેક્સ માટે પીવા તથા વાપરવાના પાણી માટે સને.1933-34 માં એચ.એચ.મહારાવે સ્થળ સ્થિતિ ધ્યાને લઈને બાંધવામાં આવેલ. આ ડેમ સને 1950-85 કંડલા પોર્ટ હસ્તક હતો ત્યારબાદ સપ્ટેમ્બર 1985 થી આ ડેમ પાણી પુરવઠા વિભાગ હસ્તક છે.

બે લાખ વસ્તીને પાણી પુરૂં પાડી શકાશે
ગાંધીધામ તાલુકાનાં કિડાણા-આંતરજાળ-શિણાય-ભારાપર અને અંજાર તાલુકાનાં મોજે મેઘપર-કુંભારડી અને આદિપુર શહેરને હાલમાં વીડી –નાગલપુર નાં 40 ટ્યૂબવેલ મારફત પાણી પૂરું પાળવામાં આવે છે. ભૂગર્ભ જળ ની ગુણવત્તા ઘટી જતાં, આ વિસ્તારને ટ્યૂબવેલ આધારિત પાણી પૂરું પાળવાથી પાણી જન્ય રોગોનું પ્રમાણ વધવા લાગ્યું છે. તેમજ અવિરત ભૂગર્ભ જળ ખેચવાથી જળ સ્તર નીચા જવાથી અને પાણી ની ગુણવતા ઘટી જતાં આજુ બાજુ ની પિયત જમીનના ખેત ઉત્પાદન પર માઠી અસર થવા લાગી છે. જો શિણાય ડેમમાં નર્મદા નાં નીર ભરવામાં આવે તો આ વિસ્તારની આશરે ૨ લાખ વસ્તી ને ગુણવતા યુક્ત પાણી કાયમી ધોરણે પૂરૂ પાડી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...