તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દિલ્હીની કુખ્યાત જીતુ ઉર્ફે ગોગી ગેંગનો શાર્પ શુટર મોહિત જાટની મેઘપર (બોરીચી) માંથી ધરપકડ

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પૂર્વ કચ્છ એલસીબી અને દીલ્હી પોલીસને મોટી સફળતા
  • પાણીપતનો આ શૂટર 5 મહિનાથી મિત્રના ઘરે રહેતો હતો : 2020 માં દીલ્હી સ્પેશિયલ સેલના ગુનામાં ફરાર હતો

દીલ્હી સ્પેશિયલ સેલના વર્ષ-2020 ના ગુનામાં ફરાર હરિયાણા પાણીપતના જીતુ ઉર્ફે ગોગી ગેંગના શાર્પ શૂટરને દીલ્હી પોલીસ અને પૂર્વ કચ્છ એલસીબીની ટીમે મેઘપર બોરીચી વિસ્તારની સોસાયટીમાંથી દબોચી લેતાં મોટી સફળતા મળી છે.

આ બાબતે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્ષ-2020 માં દીલ્હી સ્પેશિયલ સેલના આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં ફરાર જીતુ ઉર્ફે ગોગી ગેંગના હરિયાણા પાણીપતના પાણસીના 26 વર્ષીય શાર્પ શૂટર મોહિત સુરેન્દ્ર જાટને મેઘપર બોરીચી ખાતે આવેલા ગોલ્ડન પાર્કની પાછળની નિર્મલનગર સોસાયટીમાં હોવાની બાતમીના આધારે દીલ્હી પોલીસની ટીમ સાથે વોચ રાખી દબોચી લીધો હતો. પ્રાથમિક વિગતોમાં આ શાર્પ શૂટર મોહીત તેના મિત્રને ત્યાં પાંચ મહિનાથી રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

નોંધનીય છે કે, આ ગેંગે છેલ્લા થોડા વર્ષોથી દિલ્હી અને હરિયાણામાં આંતક મચાવ્યો. છેક તિહાડ જેલમાંથી પણ ગેંગનો સૂત્રધાર જીતુ ગોગી કાવતરાઓને અંજામ આપતો હોવાનું પણ બહાર આવ્યું હતું.

હરિયાણાની ગેંગથી મંગાઈ ચુકી છે ખંડણી, થઈ ચુકી છે હત્યા!
કચ્છની આર્થિક પાટનગરીના વૈભવ પર હરિયાણા, પાનીપતના ગેંગસ્ટરોનો મલીન ડોળો છેલ્લા દસેક વર્ષેથી છે. તેજ વિસ્તારનો શાર્પ શુટર ગાંધીધામથી ઝડપાતા ફરી શહેરના જખ્મો તાજા થયા હતા અને આ તત્વો અહીં રહી કેના સંપર્કમાં હતા, કોને મળ્યા હતા, તેની તપાસ થવી જોઇએ તે પણ આવશ્યક બન્યુ છે. 2016 માં હરિયાણાની જ ગેંગ દ્વારા શહેરના યુવા આશાસ્પદ વેપારીની ગોળીઓ ધરબીને હત્યા કરી દેવાઈ હતી. ત્યારબાદ ફરાર થયેલા આરોપીઓ તો ઝડપાયા હતા, પરંતુ તેમાં જેમના નામ ખુલ્યા હતા તેવા કેટલાક લોકો હજી પણ રાજકીય ઓથ હેઠળ અને કાયદાની આંટીઘુટી રમીને આઝાદ ફરી રહ્યાની લોકમુખે ચર્ચા છેડાઈ હતી.

ટોળકી વિરૂધ્ધ દીલ્હી-હરિયાણામાં15 થી વધુ ગુના નોંધાયા છે
હત્યા, લૂંટ જેવા ગુનાઓને અંજામ આપતી જીતુ ઉર્ફે ગોગી ગેંગ વિરૂધ્ધ દીલ્હી અને હરિયાણા રાજ્યમાં 15 થી વધુ ગુના નોંધાયેલા જે અને મેઘપર બોરીચીમાંથી પકડાયેલો મોહિત જાટ આ કુખ્યાત ગેંગનો શાર્પ શૂટર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...