રજૂઆત:ઇદના દિવસે બેફામ બાઇક દોડાવનારા તત્વો સામે શરમ વગર કાર્યવાહી કરો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ આગેવાનોની પૂર્વ કચ્છ એસપીને રજૂઆત
  • બજારમાં ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવીને સાઇલેન્સરના મોટા અવાજો કર્યા

ગાંધીધામમાં આજે બજારમાં બેફામ રીતે કેટલાક લોકો દ્વારા બાઇક ચલાવીને મોટા અવાજો કરીને રાહદારીઓને પરેશાન કર્યા બાબતે મુસ્લીમ સમાજના આગેવાનોએ પૂર્વ કચ્છના એસપીને રજૂઆતકરીને આની સામે પગલા ભરવા માગ કરી છે. પૂર્વ કચ્છના એસપીને પાઠવેલા પત્રમાં આગેવાનોએ જણાવ્યું છે કે, ઈસ્લામના મહાન પયગંમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ. અ. વ. ) ની જન્મજયંતી ઈદ એ મીલાદ ની ઉજવણી ધાર્મીક રીતે મુસ્લિમ સમાજ દ્વારા કરવામા આવે છે જેમાં સમગ્ર વહીવટી તંત્ર સહયોગ આપે છે.

પણ અમુક અસામાજીક તત્વો જે બાઈક દ્વારા ગાધીધામની બજારમા બેફામ રીતે ચલાવીને સાઈલેન્સરના મોટા મોટા અવાજો કરી રાહદારીઓ ને પરેશાન કરે છે તે પ્રવૃતિને મઝહબે ઈસ્લામ મા ધાર્મીક રીતે ક્યાંય સ્થાન નથી. આવા તત્વો મુસ્લિમ સમાજના તહેવારના નામે લુખાગીરી કરી રહ્યા છે. આખો દિવસ સતત આંટા ફેરા કરનાર આ તત્વો સામે પોલીસ કાર્યવાહી કરે અને આ બનાવ ને સમગ્ર મુસ્લિમ સમાજ વતીથી વખોડ્યો હતો. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે આવા તત્વો દ્વારા કરાતી હરકતો ને લીધે સમગ્ર મુસ્લિમ સમાજ ને અન્ય લોકો ની નફરત નો સામનો કરવો પડતો હોય છે.

માટે આવી હરકતો કરનાર સમાજ ના હિતેચ્છુ નહી પણ સમાજ સાથે ઈન્સાનીયત ના દુશ્મન છે. આવા તત્વો નુ મુસ્લિમ સમાજ મા કોઈ સ્થાન નથી. આવી હરકતને મુસ્લિમ અગ્રણીઓ નાસીરખાન પઠાણ, અશરફ પાસ્તા, શકુર માજોઠી,સુલતાન માજોઠી, અબ્દુલ રહેમાન ખત્રી, લતીફ માજોઠી, સુમાર હીગોરજા, રફીક બારા, સહીત ના આગેવાનોએ વખોડી કાઢીને વહીવટ તંત્ર કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા વગર કાર્યવાહી કરે તે જરુરી છે તેવું મુસ્લિમ સમાજ ના પ્રમુખ શાહનવાઝ શેખેની યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...