કાર્યવાહી:એએસઆઇ ઉપર છરીથી હુમલો કરનાર શબલો જેલ હવાલે

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે નવા ગુના કબૂલ્યા છે તેમાં અટક કરી આદરાશે વધુ તપાસ

તુણા ખાતે કંડલા મરિન પોલીસ મથકના એએસઆઇ ઉપર છરી વડે હુમલો કરી આદિપુરમાં ખુલ્લા છરા સાથે ભય ફેલાવનાર આરોપી શબ્બીર ઉર્ફે શબલાને કોર્ટમા઼ રજુ કરાયા બાદ જેલ હવાલે કરાયો છે. બાતમીના આધારે ચીલઝડપ, લૂંટ, ચોરી અને મારામારીના જેના ઉપર 12 ગુના નોંધાયા છે તેવા કુખ્યાત આરોપી શબ્બીર ઉર્ફે શબલા અકબર ચાવડાએ શનિવારે પુછપરછ દરમિયાન કંડલા મરિન પોલીસ મથકના એએસઆઇ મહેશભાઇ જયરામભાઇ ચાવડા ઉપર છરીથી મારી નાખવાના ઇરાદે હુમલો કર્યા બાદ આદિપુરમાં ખુલ્લા છરા સાથે ફરી ભય ફેલાવ્યો હતો અને એક ઘરની છત ઉપરથી દિલધડક ઓપરેશન કરી પકડી લેવાયો હતો. આ કુખ્યાત શબલાને આજે કોર્ટમાં રજુ કરાયો હતો જેમાં કોર્ટે આ કુખ્યાત ગુનેગારને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.

જો કે, અંજારમાં મહિલાના ગળમાંથી ચીલ ઝડપ, બીડિવિઝન, સામખિયાળી એમ જુદા જુદા પોલીસ મથકે નોંધાયેલા જુદા જુદા ગુનામાં જે તેણે કબૂલ્યા છે તેમાં જે-તે પોલીસ મથકમાં અટક કરવાની બાકી છે તેમાં અટક કરી વધુ તપાસ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...