કાર્યવાહી:ASI પર હુમલો કરનાર શબલાએ ભય ફેલાવ્યો પણ દબોચાયો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાથમાં મોટો છરો લઇ આદિપુર વિસ્તારમાં ફરતો હતો

સવારે તુણામાં એએસઆઇ ઉપર છરીથી હુમલાની ઘટના બાદ સાંજે આદિપુર નવી 15 વાળીમાં આવેલા જનતા પેટ્રોલપમ્પ બાજુની ગલીમાંથી મોટા છરા સાથે નિકળેલા શબ્બીર ઉર્ફે શબલા અકબર ચાવડા પોલીસથી ભાગતો ફરતો હતો. આ ખૂંખાર આરોપી આદિપુર વિસ્તારમાં ખુલ્લા છરા સાથે ફરી રહ્યો હતો. આ બાબતે પોલીસને બાતમી મળતાં એસઓજી પીઆઇડી.બી.પરમાર, એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.એન સોલંકી, કંડલા મરિન પોલીસ મથકના પીઆઇ કે.પી.સાગઠીયા અને આદિપુર પોલીસ મથકના પીઆઇ સી.ટી દેસાઇ અલગ અલગ ટીમ સાથેઆદિપુરમાં ઘેરાબંધી કરી હતી.

આ શખ્સ સાત વાળીના રહેણાક વિસ્તારમાં ઘૂસ્યો હતો અને એક ઘરની છત ઉપર ચડી ગયો હતો પોલીસની જુદી જુદી ટીમોએ આઘરને કોર્ડન કરી સવારે એએસઆઇ મહેશ જયરામભાઇ ચાવડા ઉપર હુમલો કરનાર શબ્બીર ઉર્ફે શબલો અકબર ચાવડાને મહા મહેનતે પકડી લીધો હતો. આ ખૂખાર કુખ્યાત આરોપી વિરૂધ્ધપોલીસ કર્મીની હત્યાના પ્રયાસ સહીતની કલમો હેઠઇળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ હતી.

પોલીસનું આ દિલધડક ઓપરેશન જોવા લોકો ઉત્સુકતા પૂર્વક એકઠા થયા
બપોરથી આદિપુરના વિસ્તારોમાં સવારે એએસઆઇ ઉપર હુમલો કરનાર શબ્બીર ઉર્ફે શબલો હાથમાં છરો લઇને ફરી રહ્યો હતો. આ હુમલઇો કરનાર ખતરનાક આરોપી ખુલ્લેઆમ ફરતો હોવાને કારણે એક તરફ લોકોમાં ભય હતો પરંતુ પોલીસની જુદી જુદી ટીમોએ સતત વોચ રાખી આ આરોપીને હાથ ધરેલા ઓપરેશન બાદ પકડી લીધો હતો. આ આખું દિલધડક ઓપરેશન મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ ઉત્સુકતાપૂર્વક નિહાળ્યું હતું.

સવારે એએસઆઇને છરીના ઘા મારી આદિપુરમાં હાથમાં છરી લઇને ફરતા અને લોકોમાં ભય ફેલાવનાર શબલાને સાત વાળી વિસ્તારમાંથી મકાનની છત ઉપરથી દિલધડક ઓપરેશનથી દબોચાયો હતો.

અન્ય સમાચારો પણ છે...