તપાસ:સાપેડાની બબાલમાં સામે પક્ષે સાત વિરૂધ્ધ પથ્થરમારાની ફરિયાદ નોંધાઇ

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય આગેવાન સહિત 5 વિરુધ્ધ એટ્રોસીટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો
  • અનુ.જાતિ સમાજના સભ્યને કોઇ ચીજ વસ્તુ ન આપવાનો વિડીયો વાયરલ થયા બાદ ભડકો થયો હતો

અંજારના સાપેડા ગામ ખાતે રાજકીય આગેવાન સહિત પાંચ લોકો વિરૂધ્ધ ગઇ કાલે અનુ.જાતિના સમાજને કોઇ ચીજ વસ્તુ ન આપવા કરાતી અપીલનો વિડીયો વાયરલ થયા બાદ ભડકો થયો હતો અને મહિલાએ નોંધાવેલી ફરિયાદ બાદ આજે સામા પક્ષે પથ્થર મારો કર્યો હોવાની ક્રોસ ફરિયાદ દાખલ કરાવી હતી. અંજાર તાલુકાના સાપેડા ગામે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાના પતિ સહિત 5 ઇસમોએ મહિલા સહિત 3 લોકોને માર મારતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ફરિયાદ બાદ સાપેડા ગામમાં અનુસૂચિત સમાજના પરિવારને સરપંચ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા હોવાની વાતને દર્શાવતા વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. વિડિયો અનુસાર અનુ. સમાજના સભ્યને ગામના કોઈ ધંધાર્થી વસ્તુ આપવાની મનાઈ ફરમાવતા જોવા મળ્યા હતા અને આવું તેઓ સરપંચના કહેવા પર કરી રહ્યાનું તેમાં જણાવતા દેખાયા હતા. જોકે આ ઘટનાના પગલે અંજાર પોલીસ વિભાગ દ્વારા તરત સાપેડા પહોંચી આવી મામલો સંભાળી લીધો હતો અને બન્ને સમાજ વચ્ચે શાંતિનો માહોલ કાયમ રાખવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ ઘટનામાં સાપેડા રહેતા અને ડ્રાઇવિંગ કરતા શંભુભાઇ બાબુભાઇ મરંડેસામી ફરીયાદ નોંધાવી હતી કે તેઓ ગત સાંજે તેઓ પડાણાથી ગામ પરત ફર્યા ત્યારે તઆહિર અને મહેશ્વરી સમાજના માણસો વચ્ચે ઝઘડો થયો હોઇ બન્ને સમાજના લોકો સામસામે ઉભા હતા અને બોલાચાલી થઇ રહી હતી.

તે દરમિયાન લખુ પુંજા બડગા, વિશ્રામ જીવા બડગા, કમલેશ ઉર્ફે લાલો રામજી, કેશા નથ્થુ બડગા, અરવિંદ કેશા બડગા, પ્રદિપ અરવિંદ બડગા અને હરિ કાનજી બડગાએ પથ્થરમારો કર્યો હતો જેમાં તેમને માથામાં , રાજેશ ડાહ્યાભાઇ ડાંગરના પુત્ર મીતેશને પણ માથાના ભાગે પથ્થર લાગતાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર તળે ખસેડાયા હતા.

કાયદેસર તટસ્થ તપાસ કરાશે, હાલ શાંતિ - ડીવાયએસપી, અંજાર
આ બાબતે અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચોધરીને પુછતાં તેમણે જણાવ્યુ઼ હતું કે આ ઘટનામાં કાયદેસર તટસ્થ તપાસ કરાશે હાલ ગઇકબાલની બબાલ બાદ શાંતિનો માહોલ છે.

અન્ય સમાચારો પણ છે...