તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવાશે

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન મોદીના 70 મા જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે શહેર ભાજપના કાર્યાલય પર બેઠક યોજવામાં આવી હતી.તા.17થી જુદા જુદાં કાર્યક્રમોમાં રકતદાન,સફાઈ અભિયાન, આંખ નિદાન કેમ્પ, વૃક્ષારોપણ વગેરે કાર્યક્રમ જુદી જુદી તારીખે કરવા નકકી કરવામાં આવ્યું હતું.

મોદીના જન્મ દિવસની ઉજવણીના આયોજન માટે યોજાયેલી હોદેદારોની બેઠકમાં વિવિધ બાબતો પર પ્રકાશ પાડી તૈયારી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં પ્રમુખ પુનિત દુધરેજિયા, મહામંત્રી તારાચંદ ચંદનાની, પન્નાબેન જોષી, મનોજ મુલચંદાણી, કમલ શર્મા, જીતુ નાથાણી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...