તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન બીજા તબક્કામાં:કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનું શરૂઃ નામાંકિત તબીબોએ પુરો કર્યો કોર્સ

ગાંધીધામ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામ તાલુકામાં કોરોના વેક્સિનેશન બીજા તબક્કામાં પ્રવેશ્યું
 • જિલ્લા આરોગ્ય અધિકારીએ મુલાકાત લઈને પરિસ્થિતીઓની માહિતી મેળવી

ગાંધીધામમાં કોરોના સંદર્ભે વેક્સિન આપવાની કામગીરી હવે બીજા ડોઝની પ્રક્રિયામાં પ્રવેશી ચુકી છે. ગાંધીધામ તાલુકામાં બીજો ડોઝ આપવાની શરૂઆત સોમવારે કરાઈ હતી. જેમાં શહેરના નામાંકિત તબીબોએ ઉત્સાહ સાથે બીજો ડોઝ મેળવ્યો હતો. ગાંધીધામમાં બીજા ડોઝ સંદર્ભમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમ કન્નરએ મુલાકાત લઈ પરિસ્થિતીઓ ચકાસી હતી. તો બીજો ડોઝ ડૉ. હેમાંગ પટેલ, ડૉ રાજેન્દ્ર શાહ, ડૉ ધૈવત મહેતા, ડૉ ભાવેશભાઇ આચાર્ય, ડૉ. તેજસ સોમેશ્વર વગેરે લીધો હતો. તાલુકા હેલ્થ ઑફિસર ડૉ દિનેશ સુતરીયા, દિનેશ સુતરીયા,ડૉ ગાયત્રી,ડૉ અપેક્ષા, મનોજ,સંજય, રવિ ,વિનોદ ગેલોતર વગેરે દ્વારા મોનીટરીંગ કરાયું હતું.

રસીકરણ મનીષા ગોસ્વામી અને વિશાખા પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધવું રહ્યું કે ગત મહિને આજ સમયગાળા દરમ્યાન કોરોના રસી આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. જે રસી બે તબક્કામાં અપાતી હોવાથી અને તે વચ્ચેનો ગાળો 28 દિવસનો હોવાનું જણાવાતા ગત સપ્તાહથી બીજા ડોઝ અંગે કોઇ જાહેરાત ન થતા ચર્ચા ઉઠી રહી હતી, પરંતુ બે દિવસ અગાઉ આ અંગે થયેલી જાહેરાતથી સહુએ રાહતનો શ્વાસ લીધો હતો અને કોરોનાના બીજા ડોઝને આપવાની શરૂઆત પણ કરાતા હવે સંપુર્ણ રીતે કોરોના રસી લીધાનો કોર્સ પુર્ણ કરનારા તબીબો પ્રથમ બન્યા હતા. આરોગ્ય અધિકારી ડો. સુતરીયાએ આ પ્રક્રિયામાં સહયોગી રહેનારા સહુનો આભાર વ્યક્ત કરીને સહયોગ આપતા રહેવા અને સહુને રસી ચીંતા રાખ્યા વીના લેવાની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો