પુછપરછનો ચાલતો દોર:હેરોઈન દાણચોરી મામલે અમદાવાદ સીએચએની કચેરીમાં સર્ચની કામગીરી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા કન્ટેઇનરની તપાસ પહેલા પડ્યો બ્રેકઃ પુછપરછનો ચાલતો દોર
  • મુંદ્રા પોર્ટથી જપ્ત ડ્રગ્સનો જથ્થો સ્ટોર કરવા કંડલા લઈ જવાયો

મુંદ્રા પોર્ટથી એક કન્ટેનરમાંથી ઝડપાયેલા હેરોઈનના જથ્થાને શનિવારના કંડલા સ્ટોર રુમ ખાતે લઈ અવાયો હતો. તો બીજા કન્ટેનરની તપાસ આડે હવે બ્રેક આવી ગયો હોવાનું માલુમ પડે છે. દરમ્યાન જપ્ત જથ્થાનું પેપર વર્ક અને તપાસ કાર્યને વેગ આપવામાં આવી રહ્યો છે.

હજારો કરોડના ગણાતા મુંદ્રા પોર્ટમાં એક કન્ટેનરમાંથી જપ્ત થયેલા હેરોઈનના જથ્થાની તપાસ હવે જેમ જેમ વેગ પકડી રહી છે, તેમ બહારના ની સાથે સ્થાનિક કડીઓ પણ બહાર આવી રહી છે. આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે ગાંધીધામ, મુંદ્રાથી આ શીપમેન્ટ સાથે જોડાયેલા લોકોને પુછપરછ માટે તલબ કરાયા હતા. તો અમદાવાદમાં મુખ્ય ઓફિસ ધરાવતા આ કન્સાઈમેન્ટના સીએચએની કચેરીમાં પણ સર્ચ ઓપરેશન અને પુછપરછ ચાલી રહી છે.

દાણચોરી પ્રકરણમાં ખુલી શકે છે ઝોનના દાણચોરોનું ક્નેક્શન
કાસેઝમાં દાણચોરી અને ગેરરીતીઓમાં જાણીતી અને હજી પણ ઝોનમાં બેઠેલી અને વિસ્તરતી જતી ટોળકી પર તાજેતરમાં કેટલાક અંશે અંકુશ લાવવાના પ્રયાસો કરાયા હતા, હવે જ્યારે ડ્રગ્સ મામલે મુંદ્રામાં તપાસ ચાલી રહી છે ત્યારે રાજનૈતિક અને સામાજિક દબાણ ઉભા કરીને પોતાના કામો કઢાવવામા માહિર ગણાતા લોકોના તાર પણ આ સાથે સંકળાયેલા હોવાની સંભાવના સુત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...