માર્ગદર્શન:હસ્તાક્ષર વ્યક્તિત્વને ઓળખવા, મૂલ્યાંકન કરવા વૈજ્ઞાનિક પદ્ધતિ

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના તજજ્ઞે ગજવાણી સ્કૂલમાં છાત્રોને આપ્યું માર્ગદર્શન

કચ્છના તજજ્ઞ ગાર્ફોલોજીસ્ટે હસ્તલેખન,હસ્તાક્ષર વિષે નિર્મલા ગજવાણી સ્કૂલ ઓફ નર્સીંગ કોલેજ ખાતે હસ્તલેખન,હસ્તાક્ષર પર એક સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાજરી આપી હતી. છાત્રોને હસ્તાક્ષરને લઇને વિવિધ માહિતી પુરી પાડી માર્ગદર્શન આપ્યું હતું.

નીલમ તીર્થાનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાર્ફોલોજીસ્ટનો મુખ્ય કોન્સેપ્ટ સમજવા ગાર્ફોલોજી શું છે અને કઈ રીતે કામ કરે છે એ જાણવું જરૂરી છે. પ્રોગ્રામની શરૂઆત પહેલા ગાર્ફોલોજીસ્ટ શું છે એના વિષે સંક્ષિપ્તમાં પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દરેક ને પોતાના વિષે લખવાનું અને સહી કરવાનું કહ્યું અને તે લખાણ અને સહીના આધારે તેણીએ વિશ્લેષણ આપ્યું કે વ્યક્તિનું વ્યક્તિત્વ તે હસ્તાક્ષર જોઈ ને કેવી રીતે નક્કી કરી તણાવથી દુર રહેવા અને વ્યક્તિ માં આત્મવિશ્વાસ મેળવવા અને વિશ્વસનીયતા લાવવા માટેનો ઉપચાર અને હસ્તલેખન કેવું હોવું જોઈએ એ વિષે માહિતી આપી હતી. હસ્તાક્ષર એ વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખવા સમજવા અને મુલ્યાંકન કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. હસ્તાક્ષર અભ્યાસ નું સચોટ માર્ગદર્શન આ સેમીનાર થી છાત્રોને પ્રાપ્ત થયું હતું. હસ્તલેખન સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે સુંદર અક્ષર માણસ ની સફર કારકિર્દી બનાવે છે. તણાવને દુર કરવા આત્મવિશ્વાસ અને વિશ્વસનીયતા લાવવા માટે આ પ્રોગ્રામ માં હસ્તાક્ષર ટીપ્સ વિષે માહિતી આપવામાં આવી હતી. પ્રિન્સીપાલ નિધિ શર્માએ તેનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...