તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સામખિયાળી - પાલનપુર રેલવે ટ્રેક ડબલિંગનું કાર્ય 60% સંપન્ન

ગાંધીધામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાકડિયાથી કિડીયાનગર સુધીનું કામ પૂર્ણ થઇ ગયું
 • રાધનપુર-વરાહીના 20 કિમીના રુટનો અંતિમ ટેસ્ટ થશે

કચ્છના સામખિયાળીથી કિડિયાનગર સુધીના રેલવે ટ્રેકના ડબલિંગ કાર્ય પુરુ થઈ ચુક્યું છે ત્યારે તેને આગળ પાલનપુર સુધીનો સીધો ટ્રેક મળી રહે તે માટેની પ્રક્રિયા પણ આગળ ધપી રહી છે. જે અનુસંધાને આગામી શુક્રવારે રાધનપુર- પિપલી- વરાહિમાં ડબલિંગના કાર્ય પુર્ણતાના આરે પહોંચતાનું તેનું અંતિમ ટેસ્ટ આગામી શુક્રવારે કરવામાં આવનાર છે, જે સાથે આ પ્રોજેક્ટનું 60% જેટલું કાર્ય પુર્ણતાના આરે પહોંચશે.

રેલવે વિભાગ દ્વારા સામખિયાળી થી પાલનપુરના અઢીસો કિલોમીટરના રેલવે ટ્રેકનું ડબલિંગ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાંથી કચ્છના વિસ્તારમા આવતા સામખિયાળી થી લાકડીયા અને ત્યારબાદ ત્યાંથી કિડિયાનગર સુધીનું કાર્ય પુર્ણ થઈ ચુક્યું છે તો આગળના પટ્ટામા આવતા રાધનપુર, પિપલી અને વરાહી વિભાગ વચ્ચે નવા નાખેલા ડબલિંગ ટ્રેકનું નિરીક્ષણ આગામી 12 ફેબ્રુઆરીના કરવામાં આવનાર છે.

વેસ્ટર્ન રેલવેના કમિશનર ઓફ રેલવે સેફ્ટીની ઉપસ્થિતી વચ્ચે ટ્રેક પર બપોરના ગાળામાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવીને તેનું ટ્રાયલ લેવાશે. આ ડબલિંગનું કાર્ય પુર્ણ થયા બાદ તેનો સીધો લાભ કચ્છના બન્ને પોર્ટ થકી વહન થતા કાર્ગોને મળશે જે વધુ સરળતા અને ગતી સાથે ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી શકાસે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો