દીન દયાળ પોર્ટના કાર્ગો હેરફેર સહિતના મુદ્દે સારું એવું અન્ય સરકારી બંદરની સરખામણીએ કાઠું કાઢ્યું છે. સતત નંબર 1 રહેલા પોર્ટમાં અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓ ઘટતી રહે છે. આજે મીઠા ભરેલા ટ્રકમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, આગ ઓલવવા માટે પાણીનો મારો ચલાવ્યો ત્યારે ટ્રકનો મોટા ભાગનો હિસ્સો બળીને ખાક થઇ ગયો હતો.
ડીપીટીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કંડલાના બર્થ નં.13માં મેસર્સ ગૌત્તમ ફેર્ડ પ્રાઇવેટ લીમીટેડની ટ્રક મીઠા ભરેલી ઉભી હતી. જેમાં કોઇ કારણોસર આગ ભભુકી ઉઠી હતી. સામાન્ય જણાતી આગને ઓલવવા ડીપીટી ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અન્ય કોઇ જાનહાનીના બનાવ નોંધાયા નથી. પરંતુ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડના લાયબમ્બા આવ્યા તે પ હેલા દોડધામ જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.