ક્રાઇમ:સગીરાને કારમાં કિડાણા લઈ જઈ દુષ્કર્મ આચરાયું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 માસ જૂની ઘટનામાં માતાએ નોંધાવી ફરિયાદ
  • કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી

ગાંધીધામમાં સગીરાની માતાએ ત્રણ મહિના પુર્વ તેમની પુત્રીને ધમકાવીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર પ્રસરી છે. પોલીસે પ્રોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે આશરે ત્રણ મહિના અગાઉ સેક્ટર 5માં રહેતા આરોપી પ્રવિણ કાનજી સથવારાએ ફરિયાદીની 16 વર્ષીય પુત્રીને પોતાની અલ્ટો કારમાં બે જેટલી વાર કિડાણા બાજુ લઈ જઈને શારીરીક સુખ માણી, દુષ્કર્મ આચરીને જો આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે ઈન્ચાર્જ પીઆઈ જી.કે. વહુનીયાનો સંપર્ક સાધતા તેમણે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદ મોડી થવાનું કારણ ફરિયાદમાં સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો ચાલતા હોવાનું અને સમાધાન ન થતા નોંધાવવાનો નિર્ણય લેવાયાનું જણાવાયું હતું. સગીરા પર ધાક ધમકી કરીને દુષ્કર્મ આચરાયાની ફરિયાદ દાખલ થયાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...