સુવિધા:RT-PCR લેબની સુવિધા પૂર્વ કચ્છ માટે આર્શિવાદ સમાન

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામબાગ હોસ્પિટલમાં ટેસ્ટીંગની કામગીરીનો ધમધમાટ

રામ બાગ હોસ્પિટલ ખાતે કાર્યરત આરટીપીસી.આર લેબોરેટરી ની સુવિધા પૂર્વ કચ્છના નાગરિકો ને ઉપલબ્ધ થઈ છે. પૂર્વ કચ્છ નાં નાગરિકો માટે આરટીપીસીઆર લેબોરેટરી ની સુવિધા આપણા જ શહેર ગાંધીધામ ખાતે ઉપલબ્ધ થઈ છે. રાત દિવસ એક કરી ફક્ત 8 દિવસ માં જ શૂન્ય માંથી સમગ્ર લેબોરટરી નું કાર્ય સંપન્ન થયેલ છે, જેમાં ડૉ અનુજ શ્રીવાસ્તવ, ડૉ. મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્ય સંપન્ન થયેલ છે.

ગાંધીધામ જ નહીં પરંતુ પૂર્વ કચ્છના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આર્શિવાદ સમાન બનેલી રામબાગ હોસ્પિટલમાં જુદી જુદી સવલતો મળી રહે તે માટે પગલા ભરાયા છે. જે તે સમયે જરૂરીયાત ઉભી થઇ હતી તે અંગે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પુરી પાડવા માટે માગણી પણ થતી રહી હતી. એક તબક્કે રામબાગ હોસ્પિટલમાં સ્ટાફની અછતથી લઇને કેટલીક લાખોની મશીનરી ધૂળ ખાતી હોય તેવી સ્થિતિ ઉભી થતી હતી. આ અંગે ફરિયાદો પણ ઉઠતી હતી. હાલ આ હોસ્પિટલમાં આર્શિવાદ સમાન બની રહી છે. તેની પાછળ તબીબોની મહેનત ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયા અને તેની ટીમ તથા અન્ય આગેવાનોનો પણ ફાળો નાનોસુનો ગણી ન શકાય. ઉ

લ્લેખનીય છે કે, અગાઉ સમગ્ર કચ્છમાં ફક્ત એક ભુજ અદાણી મેડિકલ કોલેજ ખાતે આર.ટી.પી.સી.આર. ટેસ્ટિગની સુવિધા ઉપલબ્ધ હતી, પરંતુ ગાંધીધામ તાલુકામાં જ સરકાર દ્વારા આર.ટી.પી.સી.આર. લેબોરટરી શરૂ થતાં દર્દીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. કોરોના ની ત્રીજી લહેર જ્યારે દસ્તક કરી રહી છે ત્યારે આ લેબોરેટરી ટેસ્ટિગ ની સુવિધા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. આર.ટી.પી.સી.આર. નાં નોડલ ઓફિસર તરીકે ડૉ. મુનિરા મહેતા, (એમ ડી માઇક્રોબાયોલોજીસ્ટ) કાર્યરત રહી ફરજ બજાવી રહ્યા છે. આ કોરોના વોરિયર્સ છેલ્લા 8 મહિનાથી પડદા પાછળ નાં કાર્યરત છે. લેબોરેટરી ખાતે ડૉ. મહેતાના નેજા હેઠળ લેબોરેટરી ટેકનીશિયન વૈશાલીબેન લક્કડ, સંદીપભાઈ રાઠોડ, હીનાબેન ગૌતમ, કોમ્પુટર ઓપરેટર તરીકે જયેશભાઈ અને આનંદભાઈ રાઠોડ, તેમજ લેબોરેટરી એટેન્ડન્ટ તરીકે મંગલભાઈ પઠાણ ફરજ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...