તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:DPTના કોરોનામાં મૃત્યુ પામેલા કર્મીના પરિવારને રૂ.13.50કરોડ ચૂકવાશે

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીએસઆર હેઠળ પણ પોર્ટ પ્રસાશને ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કર્યો
  • મંડળના 27 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ થયું છે નિધન થયું છે

દીનદયાળ પોર્ટના જે કર્મચારીઓ કોરોનામાં અવસાન પામ્યા છે તેના પરિવારજનોને 50 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે 27 જેટલા કર્મચારીઓના કોરોનામાં નિધન થયા હોવાની વિગત મળી રહી છે. જેના આધારે અંદાજે રૂ.13.50 કરોડ સંબંધિત કર્મચારીના પરિવારજનોને આપવા માટેની તૈયારી પોર્ટ પ્રશાસન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં મળેલી બોર્ડ મિટીંગમાં પણ આ અંગે ચર્ચા વિચારણા કરીને આવેલા કેસોનો અભ્યાસ કરીને તાકીદે મુતક કર્મચારીના પરિવારજનોને સહાય આપી દેવાય તે માટે નીતિ વિષયક નિર્ણય લીધો હતો.

કોરોનાની મહામારીએ અનેક વિધ ક્ષેત્રે વ્યાપક અસર કરી હતી. દીનદયાળ પોર્ટમાં પણ કોરોનાને પગલે કેટલાક કર્મચારીઓ પોઝિટિવ થયા બાદ કેટલાક કર્મચારીઓએ પોતાના જાન પણ ગુમાવવાની નોબત આવી હતી. યુનિયનો દ્વારા પણ સમયાંતરે કર્મચારીઓના પરિવારજનોને સહાય મળે તે માટે માગણી કરવામાં આવી હતી.

અંદાજે 1300 જેટલા કર્મીઓએ વેક્સિન લીધી
દીન દયાળ પોર્ટ કોરોના કાળમાં પણ સતત ધમધમતું રહ્યું હતું. બંદરની મુવમેન્ટને અસર ન પડે તે માટે અને સતત નંબર-1 ની દિશામાં પોર્ટ આગળ રહે તે માટે ચેરમેન એસ.કે.મેહતાના વડપણ હેઠળ ટીમ સતત જહેમત ઉઠાવતી હતી. પોર્ટ યુઝર્સ, કર્મચારીઓ અને યુનિયને પણ સહયોગ ભૂમિકા ભજવી હતી.

કોરોનામાં અંદાજે 50 થી વધુ ટોચના અધિકારીઓથી લઇને કર્મચારીઓ પોજિટિવ આવ્યા હતા જેમાં કેટલાક સાજા પણ થયા હતા. હાલ કોરોનાની વેક્સિનની ચાલી રહેલી કામગીરી અંગે પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, અંદાજે 2500 પૈકી 1300 કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી છે. આ અભિયાન હાલ પણ ચાલુ જ છે.

અન્ય સમાચારો પણ છે...