તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નદાન:રોબીન હુડ આર્મીએ 14મી ફેબ્રુઆરીના ઉજવ્યો ‘રોટી ડે’

ગાંધીધામ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામ- આદિપુરના શ્રમજીવી વિસ્તારોમાં ભોજન વિતરણ કરી બાળકોને શિક્ષણ સાથે જોડવા પ્રયાસ કરાયો
 • પ્રેમી નહીં, શહિદોને કરાયો દિવસ અર્પણ, સીઆરપીએફના શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

14મી ફેબ્રુઆરીને સામાન્ય રીતે વેલેન્ટાઈન ડે તરીકે ઉજવામાં આવે છે પણ અન્નદાનની પ્રવૃત્તિમાં સક્રીય એવા રોબિન હૂડ આર્મી દ્વારા પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે આ દિવસની ઉજવણીને 'રોટી ડે' તરીકે કરીને શ્રમજીવી અને જરૂરીયાત મંદ વિસ્તારોમાં ભોજન વિતરણ કરીને કરી હતી. રવિવારે ગાંધીધામ તથા આદિપુરમાં શ્રમજીવી વિસ્તારોમા ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોટી ડેના ઉપલક્ષ્યમાં આદિપુર, ગાંધીધામ સહિત રાજ્યના 13 શહેરોમાં ભોજન વિતરણનું આયોજન થયું હતું. સંસ્થાના આદિપુર ટીમ માટે આલાભાઇ આહિર, પ્રફુલ્લ શુકલ, અંજારના આશિષ જોશી, વિક્રમભાઈ ચાવડાએ સહયોગ આપ્યો હતો.

જે થકી રોબિનહુડ આર્મીના સ્વયંસેવકો દ્વારા જાતે ભોજન બનાવી આદિપુર - ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં ગરીબ પરિવારોને ભોજન વિતરણ થયું હતું. રવિવારના ભોજન વિતરણ પહેલા પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સારા- નરસા પ્રસંગે વધેલું ભોજન ગરીબો સુધી પહોંચાડવામાં આવે છે
સંસ્થા દ્વારા ગત ત્રણ વર્ષથી કંડલા કોમ્પલેક્ષના શ્રમજીવી વિસ્તારમાં બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લાવવા સેવાકીય પ્રવૃત્તિ રૂપે શિક્ષણ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે તો કોઈપણ વ્યક્તિના સારા-નરસા પ્રસંગે વધેલું ભોજન ગરીબો સુધી પહોંચાડવામાં આવે છે. આયોજકોએ જણાવ્યું હતું કે કોઈપણ રોકડ દાન વિના ચાલતી રોબિન હૂડ આર્મી અન્નદાન ક્ષેત્રે લાંબા સમયથી કાર્યરત છે. આ સિવાય દાતાઓ તથા સ્વયં સેવકોના શ્રમદાનથી બાળકો માટેના અભ્યાસ વર્ગને લગતી મદદ પણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો