લોક સુખાકારી:50 લાખના ખર્ચે રોડના કામના ખાતમુહૂર્ત કરાયા

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાએ નવા વર્ષથી શહેરીજનોને સારા માર્ગની સગવડ આપવા માટે પુન: કમર કસી
  • સેક્ટર-4 માં સ્ટ્રોમ વોટર ઇન રિનોવેશનની કામગીરી પણ આગેવાનોની હાજરીમાં હાથ ધરાઇ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા નવા વર્ષના આરંભથી જ લોકોને પ્રાથમિક જરુરીયાતો ઝડપથી મળી રહે તે દિશામાં પગલાં ભરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અંદાજે 50 લાખ થી વધુના ખર્ચે થનાર વોર્ડ નંબર-9/બી, વોર્ડ-2/બી વગેરે વિસ્તારોમાં રોડના ખાતમૂર્હત આજે હાથ ધરવામાં આવ્યા હતા. સેક્ટ-4 માં સ્ટ્રોમ વોટર ઇન રિનોવેશનની કામગીરી સંદર્ભે આજે કાર્યવાહી આરંભ કરવામાં આવી હતી.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા 14માં નાણાપંચ હેઠળ ગાંધીધામ ખાતે વોર્ડ નં.9/બી ના રામાપીર મંદિર રોડ, વલીડાડા સર્કલ થી ધનજી બાપુ માર્ગ અને આંબેડકર રોડ, આદિપુર ખાતે વોર્ડ નં.2/બી ના પ્લોટ નંબર 420 થી હરી આશરો ટ્રસ્ટ સુધીના રોડ ને રીસફેંસીંગ થી ડામર રોડ ની કામગીરી તથા ગાંધીધામ ખાતે પ્લોટ નંબર 161 થી 133 અને ડો.આંબેડકર રોડ સમાંતર સેકટર-4 માં સ્ટ્રોમ વોટર ઈન રીનોવેશનની કામગીરી માટે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પ્રમુખ ઈશીતાબેન ટીલવાણી,ઉપપ્રમુખ બળવંતભાઈ ઠકકર, કારોબારી સમિતિના ચેરમેન પુનિતભાઈ દુધરેજીયા, વિજયસિંહ જાડેજા, પી.ડબ્લયુ.ડી.ના ચેરમેન તારાચંદભાઈ ચંદનાણી, પ્રવિણભાઈ ઘેડા તથા ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા દ્વારા આજે વિવિધ વિકાસ કામોના ખાતમુર્હત કરવામાં આવ્યા હતા.

વિકાસકામમાં ઓટ ન આવે તે જોવું પડશે
શહેરમાં અંદાજે સાડા ત્રણ લાખથી વધુ લોકોને પાણી, ગટર, લાઇટ અને સફાઇ સહિતની સુવિધાઓ પૂરી પાડી શકાય તે માટે પાલિકાના સત્તાધીશો દ્વારા પગલાં ભરવામાં આવે છે. કોઇ ને કોઇ ખેંચતાણ કે અડચણને લઇને જે-તે વિસ્તારના કેટલાક કામો ગત વર્ષે થઇ શક્યા ન હતા. પાલિકાના અધિકારી અને પદાધિકારીની ટીમ દ્વારા નવા વર્ષથી જ લોક સુવિધાઓ લોકોને ઝડપી મળે તે માટે તૈયારી કરવામાં આવી છે. જો કે, આ કામગીરીમાં ઓટ ન આવે તે માટે તકેદારી રાખવાની પણ જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...