તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ નગરપાલિકા દ્વારા 12 કરોડના ખર્ચે રસ્તા બનાવવાના કામ શરૂ કરવામાં આવ્યા છે, બીજી બાજુ અગાઉ મંજુર થયેલા કામોમાં વિલંબ થતો હતો. દરમ્યાન એક એજન્સીને આપવામાં આવેલા કામો શરૂ કરવામાં આવ્યા છે. ક્રીષ્ના કન્ટ્રક્શન (રાજાણી) એજન્સી દ્વારા ગઈકાલે ભાજપ કાર્યાલય જે વિસ્તારમાં આવેલુ છે. તેનું કામ શરૂ કર્યું હતું, રાત્રીના સમયે શરૂ કરાયેલા આ કામમાં રોડની સફાઈ સહિતના જુદા જુદા માપદંડને લઈને ભાજપનાજ એક આગેવાને અવાજ ઉઠાવ્યો હતો. લાંબા સમય સુધી રકઝક થયા પછી કામ અટકાવી દેવાની ફરજ પડી હતી. નગરપાલિકામાં ચાલતા વહીવટમાં ઈજનેર વિભાગમાં અધિકારી કે તેના નિચલા સ્તરના કર્મચારીઓ કેટલીક વખત સ્થળ વીઝીટ જે તે કામ વખતે કરતા ન હોવાથી પ્રશ્ર્નો ઉભા થતા હોય છે.
અગાઉ જે એજન્સીને બ્લેક લીસ્ટ કરવા માટે નગરપાલિકાએ તૈયારી દાખવી હતી અને ગેરંટી પીરીય્ડ્સમાં રસ્તાના કામોને પુરુ કરવામાં આંખ આડા કાન કરવા મુદે નોટિસ આપ્યા બાદ કામ શરૂ કર્યા અંગે એલઆઈસી રોડનું કામ શરૂ કરતાજ વિવાદ થયો હતો. વિવાદના પગલે એજન્સીના સુપરવાઈઝરને બોલાવવામાં આવતા તેણે પણ પહેલા રકઝક કરીને દાદાગીરી કરીને ભાજપના આગેવાન દ્વારા પહેલા ગુણવતા સહિતના મુદાઓ રજુ કરીને ત્યારબાદજ કામ શરૂ કરવા માંગણી ચાલુ રાખી હતી. અંતે એજન્સીને દાળ ગળે તેમ ન લાગતા કામ શરૂ કરવાનું વલણ દાખવ્યું નહતું.
થર્ડ પાર્ટી રાતે સુઇ જાય છે?
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ અગાઉ પણ નગરપાલિકાના કામોમાં થર્ડ પાર્ટી નિષ્ક્રીય હોવાની ફરિયાદો ઉઠી હતી. સામાન્ય સભામાં ભાજપના આગેવાને પણ આ બાબતે અગાઉ પ્રકાશ ફેંક્યો હતો. દરમ્યાન ગઈ કાલે પણ થઇ રહેલા કામમાં થર્ડ પાર્ટી ના કોઇ જવાબદાર નો આવવાની ફરિયાદ ઉઠી હતી. આવીજ રીતે પાલિકાના પણ કોઇ અધિકારી કે કર્મચારી આ કામ શરૂ થયું ત્યારે હાજર ન હોઇ તેવો કચવાટ ઉઠ્યો હતો. આગામી દિવસોમાં આ મુદે ઉચ્ચ કક્ષાએ રજુઆત થાય તેવા ચક્રો પણ ગતિમાન થયા છે.
ઉલ્લેખનીય છે કે નગરપાલિકા ના ચાલતા કેટલાક કામોમાં કોઇ ફરિયાદો આવતી નથી પરંતુ ટ્રાફિક સહિતના મુદે પ્રશ્નો ઉભા થતા હોય છે, અને તેને લઈને પણ પાલિકામાં રજુઆતો થતી હોય છે. પાલિકામાં ચાલતા કામોમાં ઈજનેર કક્ષાના કુસવાહા સહિતની ટીમના કર્મચારીઓ હવે ચાલતા કામોની ગુણવતા સહિતના મુદે ચેકિંગ કરે તે જરૂરી બન્યું છે.
લીલાશાહ વોર્ડ ઓફિસ સામે રોડમાં બેદરકારી
પાલિકાના ઈજનેર વિભાગ દ્વારા કરવામાં આવતા કામોમાં કેટલીક વખતે દિર્ઘ દ્રષ્ટીના અભાવે પ્રજાના પૈસાનું પાણી થતું હોય છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.