ઓવરબ્રીજના પ્રથમ ફેઝ માટે સર્વે:ઓસ્લો ગોલાઇથી કામ માટે માર્ગ બંધ કરાશે, સર્કલ પરનું જુનું જર્જરીત બસ સ્ટેશન તોડી પડાશેઃ વીજ પોલ, વૃક્ષો પણ દુર કરાશે

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​રિષભ કોર્નરથી સર્કલ સુધીનો રોડ 18મીથી બંધ, ત્રણ વૈકલ્પિક માર્ગો સુચિતઃ આર એન્ડ બી, વીજતંત્ર, પાલિકા સહિતના વિભાગોએ સાથે સ્થળ સર્વેક્ષણ કર્યું

ગાંધીધામ આદિપુરને જોડતા અને સતત ધમધમતાં ટાગોર રોડ પર ઓસ્લો સર્કલ પાસેના એક સાઈડને રોડને સંપુર્ણ બંધ કરવામાં આવનાર છે. આ અંગે આરએન્ડબી, પાલિકા, ટ્રાફિક પોલીસ સહિતના વિભાગોએ સંયુક્ત સ્થળ સર્વે હાથ ધરીને આ સહિતના નિર્ણયો લીધા હતા.

સતત સંચારિત થતા ટાગોર રોડ પર ઓસ્લો ગોલાઈ આસપાસ પહેલાથીજ અડધાથી વધુ રોડને ઓવરબ્રીજના કામ માટે બંધ કરી દેવાયો છે ત્યારે એક તરફનો માર્ગ સંપુર્ણ પણે બંધ કરવામાં આવશે. બુધવારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, નગરપાલિકા, ટ્રાફિક પોલીસ સહિતના વિભાગો દ્વારા ઓવરબ્રીજની સ્થળ મુલાકાત લઈને સંયુક્ત સર્વે કરાયો હતો. જેમાં ટ્રાફિકને અસર કરતા મહત્વપુર્ણ નિર્ણયો લેવાયા હતા.

ઓસ્લો ગોલાઈ પર 1998માં નિર્મિત બસ સ્ટેશનને હટાવી દેવામાં આવશે, તો નિર્માણ કાર્યમાં અવરોધ રુપ વીજપોલ, વૃક્ષોને પણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. રિષભ ટાયર કૉર્નર થી ઓસ્લો ગોલાઈ સુધીનો ગાંધીધામ થી આદિપુર જતો માર્ગ તા.18/02થી સંર્પુણ બંધ કરી દેવાશે. જેના ટ્રાફિકને અલગ અલગ ત્રણ રુટથી ડાયવર્ટ કરવા સુચન કરાયું છે.

ટ્રાફિકને સર્વિસ રોડ, કેડીબીએ રૂટ તરફ ડાયવર્ટ કરાશે
આ માર્ગ પર સતત ટ્રાફિક ચાલતોજ રહે છે, ત્યારે તેને ડાયવર્ટ કરવાની પ્રક્રિયા એટલી સરળ નહિ રહે તે હકીકત છે, પરંતુ ઓવરબ્રીજના કાર્યની માંગ અનુસાર રોડને તબક્કા વાર અલગ અલગ સ્લોટમાં બંધ કરીને કામ આગળ ધપાવાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. હાલ શુક્રવારથી રિષભ ટાયરથી સર્કલ સુધીનો પટ્ટો બંધ કરવામાં આવનાર છે, ત્યારે તેના ટ્રાફિકને વન વે સર્વિસ રોડ પર, ટાગોર ગાર્ડન, કેડીબીએ જીમખાના, રીષભ સર્વિસ તેમજ સપનાનગર, હોતચંદાણી હોસ્પિટલ સામે કિડાણાના માર્ગ થી ડાયવર્ટ કરવાની સલાહ અપાઈ હતી.

ઈફ્કો બાઉન્ડ્રી- ડીપીટી એક્ઝિબિશન ગ્રાઉન્ડ વચ્ચેના માર્ગે ઉભી થયેલી ઝુંપડપટ્ટી હટાવવા તજવીજ
ટાગોર રોડ પર આવેલા સત્ય સાંઈ હોસ્પિટલ સામે ડીપીટી એક્ઝિબિશન ગ્રાઉન્ડની બાજુમાં અને ઈફ્કો બાઉન્ડ્રીને લગોલગ સપનાનગર, કિડાણા તરફ જતા રોડની પાસે મોટા પ્રમાણમાં દબાણ ગત થોડા દિવસોમાં ઉભુ થઈ ગયું છે. જેને હટાવવાની તજવીજ હાથ ધરીને તમામ દબાણકારોને નોટિસ પાઠવાઈ હતી. જે ટુંક સમયમાં ખાલી નહિ કરે તો પોલીસ બંદોબસ્ત સાથે તેને હટાવવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. નોંધવું રહ્યું રોડની લગોલગ થયેલા દબાણથી વાહન ચાલકોમાં રોડ પર દોડી આવતા બાળકોથી અકસ્માતનો ભય રહેતો હોવાનો સુર અગાઉ પણ ઉઠી ચુક્યો છે.

વીજ વાયરો, પોલ હટાવવાની કામગીરી શરૂ કરાઈ

ઓસ્લો સર્કલ આસપાસથી ઓવરબ્રીજના નિર્માણ કાર્ય તેમજ સર્વિસ રોડના કામમાં આડે આવતા વૃક્ષો, વીજપોલ સહિતનાને હટાવવાની કામગીરી બુધવારના બપોર બાદ શરૂ કરી દીધી હતી. વીજ વાયરોને પરત ખેંચવા વીજતંત્રના કર્મચારીઓ સંશાધનો સાથે સ્થળ પર પહોંચી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...