ગાંધીધામના વોર્ડ નં.7 પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો કલબલાટ ખુદ ભાજપના નગરસેવકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મુખ્ય બજાર સહિતના વિસ્તારોને આવરી લેતા આ વોર્ડમાં ટ્રાફિક, પાણી, ગટર, રસ્તા વગેરેની સમસ્યાઓ વધી રહી છે. તેનું નિરાકરણ લાવવા યોગ્ય પગલા ભરાતા ન હોવાનો કલબલાટ પણ ઉઠે છે. ડીપીઝેડ સાઉથમાં રોડ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ ધ્યાન આપવામાં આવ્યું નથી. ગટર ખુલ્લી હોવાને લઇને પણ કરવામાં આવેલી ફરિયાદ પ્રત્યે ધ્યાન અપાયું ન હોવાની વાત પણ બહાર આવી રહી છે.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં સમતોલન વિકાસ થાય તે દિશામાં પગલા ભરવા જોઇએ તેને બદલે કેટલાક વોર્ડમાં વિકાસ કામની ભરમાળ અને અન્ય વોર્ડમાં જરૂરીતાય હોવા છતાં રસ્તા કે ગટરના કામો પ્રત્યે ધ્યાન અપાતું ન હોવાની ફરિયાદો ઉઠે છે. અંદરોઅંદરની ખટપટમાં લોકોનો શું વાંક તે પણ એક પ્રશ્ન છે. આવા સંજોગોમાં નગરપાલિકાના સત્તાધિશો દ્વારા રાખવામાં આવતી આ વૃત્તી પ્રત્યે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડીબીઝેડ વિસ્તારના લોકોએ સંબંધિત બાબતની ફરિયાદો પણ કરી છે. પરંતુ કોઇ પરીણામ આવી શક્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.