તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભાઇપ્રતાપ સર્કલ પાસે પાણીની લાઇન નાખવામાં રોડ બ્લોક કરાયો

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શીવાજી પાર્કથી ભાઇપ્રતાપ સર્કલ તરફ વાહન ચાલકોને પડી મુશ્કેલી

ગાંધીધામ નગરપાલિકા દ્વારા અંદાજે 30 કરોડના ખર્ચે પાણીની લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્ય બજાર વિસ્તારમાં ગાંધી માર્કેટથી લઇને ભાઇપ્રતાપ સર્કલ સુધી લાઇન નાખવાની કામગીરીમાં આજે ભાઇપ્રતાપ સર્કલ પાસે રોડ ખોદવામાં સવારથી જેસેબીને કામ લગાવવામાં આવ્યું હતું. પાંચ કલાકથી વધુ સમય સુધી આ કામગીરી ચાલી હતી જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવવાની સાથે શીવાજી પાર્કથી ભાઇપ્રતાપ સર્કલ તરફ આવવા અને જવા માટે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી.

શહેરમાં પીવાના પાણીની એકબાજુ તંગી છે. જ્યારે બીજી બાજુ પાણીના નવી પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. મુખ્ય બજાર વિસ્તારમાં અગાઉના શાસકો દ્વારા ડીપીટી દ્વારા નાખવામાં આવેલા મોટા પથ્થરો જે સારા હોવા છતાં પેવર બ્લોક નાખવાને લઇને હટાવવામાં આવ્યા હતા. જે તે સમયે આ કામગીરી થઇ ત્યારે વેપારીઓમાં કચવાટ પણ જાગ્યો હતો. દરમિયાન હવે પાણીની લાઇન નાખવાની કામગીરીમાં શરૂ થયેલી કવાયતમાં દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દુકાનની સામે જ પાઇપલાઇન પાથરવાની કામગીરીમાં પેવર બ્લોક ખોલી નાખવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો