મુશ્કેલી:ગળપાદરમાં જર્જરિત શાળાથી બાળકોને જોખમ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળપાદરમાં સરકારી માધ્ય. શાળાની ખસ્તા હાલતના કારણે બાળકોના જીવને જોખમ પહોંચે તેવી સ્થિતિ પેદા થઈ છે. જેથી શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત ગ્રામજનો દ્વારા કરાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારીને ગળપાદરના હસમુખભાઈ ગજ્જરે પત્રમાં જણાવ્યું હતું કે શાળામાં બે રુમ છે, જેમાં ધો. 9-10ના વર્ગો ચાલે છે અને 100થી વધુ બાળકો અભ્યાસ કરે છે.

પરંતુ શાળાની સ્થિતિ ખુબ જર્જરિત છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા શાળા માટે 4 એકર જમીન પણ ફાળવેલી છે. અત્યારે શાળાઓ બંધ છે ત્યારે આ બાંધકામ શરૂ થાય તેવી માંગ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...