તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કિડાણાના અગ્રણી વિરૂધ્ધ તડીપારનો હુકમ રદ્દ કરો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મચ્છોયા આહિર સમાજ સાથે વિવિધ એસો. દ્વારા એસપીને રજુઅઆત કરાઇ

કંડલા મરિન પોલીસ દ્વારા રાયોટિંગ અને પોલીસ વેન પર હુમલાના ગુનાના કિડાણાના આરોપીને તડીપારની દરખાસ્ત મંજુર કરાવી હોવાની પાંચ દિવસ પહેલાની કાર્યવાહીમાં કીડાણાના આ આહિર અગ્રણી વિરૂધ્ધ તડીપારનો હુકમ રદ્દ કરવા માંગ કરાઇ છે. કચ્છ મચ્છોયા આહિર સમાજ સાથે ટેન્કર ઓનર્સ એન્ડ ઓપરેટર એસો.કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસો. દ્વારા પોલીસવડા મયૂર પાટીલને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, આહીર સમાજ સાથે કિડાણાના શંભુભાઇ ઝરૂ સમાજિક આગેવાન હોવાની સાથે ગામના લોકો માટે કંપની વિરૂધ્ધ લડત ચલાવનાર છે

ત્યારે માત્ર કંપનીની ફરિયાદના આધારે આ અગ્રણી વિરુધ્ધ તડીપાર કરી દેવાનો હુકમ જન હિતમાં તેમજ ગામના હિતમાં તાત્કાલિક રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નોંધવુ રહ્યુ કે આ પ્રકારની કાર્યવાહી થી નારાજગી અને રોષનો માહોલ અગાઉથીજ જોવા મળી રહ્યો હતો. હવે તેને લઈને વિવિધ સ્તરીય અવાજ ઉઠવાના પણ શરૂ થયા છે. શું નિશ્ચીંત વ્યવસ્થાઓ કોઇ પ્રકારના દબાણમાં કામ કરી રહી છે? તે પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો