માંગણી:ક્રેન ભાડાના સ્ટાર્ડડ રેટ રિવાઇઝ કરો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કંડલામાં પવનચક્કીઓના પાંખડા સહિતના ભાગો ક્રેન મારફતે લોડિંગ કરવામાં આવે છે. જેના કારણે ડીપીટી ક્રેનના ભાડા મામુલી હોવાથી અને લોડિંગ માટે ખાસ્સો સમય લાગતો હોય 5 મહિનાથી ડીપીટીને રેવન્યુમાં લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યાનો દાવો કુશળ-અકુશળ અસંગઠન કામદાર સંગઠને કર્યો છે. આર્થિક નુકશાનથી બચવા ક્રેન ભાડાનો એસઓઆર રિવાઇઝ કરવા માગણી પણ કરવામાં આવી છે.

ડીપીટી પ્રશાસનને રેવન્યુમાં રોજ લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. તે દૂર કરવા સૂચન કરતા કામદાર યુનિયનના મહાસચિવ વેલજીભાઇ જાટે જેટી નં. 14, 16ની મુલાકાત લેતાં ખાનગી ઓપરેટરની ક્રેન પોર્ટ વપરાશકારો ભાડા પર લે છે પરંતુડીપીટી ક્રેનનું બુકીંગ કરતા નથી. વિશાળકાય પવનચક્કીઓના પાંખડા સહિતના લોડિંગ માટે ક્રેનનું બુકીંગ થાય છે. આવા સામાનનું લોડિંગ કરવામાં સમય લાગે છે. ડીપીટીને બે ક્રેન લગાવવી પડતી હોવાથી ડિઝલનો ખર્ચ વધી જાય છે. સમય પણ લાગે છે. જેને લઇને ડીપીટીના ક્રેનોના એસઓઆર રેટ વધું હોવાથી અને અન્ય આવક ઘણી ઓછી થવાથી નુકશાન થઇ રહ્યું છે. સીએમઇ અને ટ્રાફિક મેનેજરને પણ પોર્ટને થઇ રહેલા નુકશાન બાબતે આવગત કરાવી રજૂઆત કરાઇ છે.

સંયુક્ત રીતે પોર્ટ વપરાશકારોની મીટિંગ બોલાવવા પણ સૂચન કરવામાં આવ્યું
યુનિયન દ્વારા કરવામાં આવેલા સૂચનોમાંડીપીટીના મિકેનીકલ વિભાગ અને ટ્રાફિક વિભાગે પોર્ટ વપરાશ કારોની મીટિંગ બોલાવી પોર્ટ અને વપરાશકારો બન્નેના હિત સચવાય તેવો ઉકેલ લાવવો જોઇએ. પોર્ટનો કાર્ગો અન્ય જગ્યાએ ડાયવર્ટ ન થાય તેની તકેદારી પણ રખવી પડશે.

અન્ય સમાચારો પણ છે...