તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહન ચોરી:નોકરી શોધતા નિવૃત ફોજીનું બાઇક ચોરાયું

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકુલમાં ફરી વાહન ચોરીના બનાવો વધતાં ચિંતા
  • હોટલના ગાર્ડનું જ બાઇક અડધો કલાકમાં ઉપડ્યું
  • ભારતનગરમાં ઘર પાસેથી વાહન ચોરાયું

ગાંધીધામના ફ્રી ટ્રેડ ઝોન પાસેથી, હોટેલના પાર્કિંગમાંથી તેમજ ભારતનગરના મકાન પાસે પાર્ક કરેલા ત્રણ વાહનોની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. બનાસકાંઠાના દિયોદર રહેતા 33 વર્થીષીય નિવૃત ફોજી વિષ્ણુભાઇ કરશનભાઇ ચૌધરી દિયોદરથી બાઇક પર ગાંધીધામ નોકરી મળી જાય તે ઉદ્દેશથી આવ્યા હતા . તા.20/5 ના રોજ બપોરે નોકરીની શોધમાં બાઇક લઇને ફ્રી ટ્રેડ ઝોન ગયા હતા. તેઓ પોતાનું રૂ.60 હજારની કિંમતનું બાઇક રોડ પર ઉભું રાખી ચા પાણી માટે ગયા એટલીવારમાં તેમનું બાઇક ચોરી થઇ ગયું હોવાની ફરિયાદ તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી.

તો ગાંધીધામની કચ્છ હેરિટેજ હોટલમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કનુભાઇ પુંજાભાઇ વણકરે પોતાનું રૂ.55 હજારની કિંમતનું બાઇક હોટલના પાર્કીંગમાં રાખ્યુ઼ હતું બપોરે તેઓ જમવા ગયા ત્યારે બાઇક ત્યાં હતું પણ જમીને અડધો કલાકમાં બહાર આવ્યા તે દરમિયાન તેમનું બાઇક ચોરાયું હતું. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

તો વરસામેડી રહેતા ઋતુરાજસિંહ કિરીટસિંહ જાડેજાના મિત્ર કિરણસિંહ ઉર્ફે રાજભા ગોહિલ તા.29/5 ના તેમનું રૂ.30,000 ની કિંમતનું બાઇક લઇ ગયા હતા અને તે રાત્રે પોતાના ઘરે ભારતનગરમાં ઘર પાસે પાર્ક કર્યું હતું જે અજાણ્યા ઇસમોએ ચોરી કર્યું હોવાની જાણ તેમણે કરતાં આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...