તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:આદિપુરમાં સયાજીનગરી ટ્રેનનો સ્ટોપ પુન: શરૂ કરો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂદા જૂદા સંગઠનો અને પરપ્રાંતીયોમાં ઉઠી માગણી

કોરોનાના પગલે રેલ્વે પ્રશાસન દ્વારા ગાંધીધામ-આદિપુર સહિત જિલ્લામાં આવતી ટ્રેનોમાં કેટલાક સ્ટોપેજ બંધ કરવામાં આવ્યા હતા. હવે ધીમેધીમે જુના સ્ટોપેજ પર ટ્રેનના રોકાણની જાહેરાત કરવામાં આવી રહી છે જેમાં અંજાર, ભચાઉ વગેરે સ્ટેશનોનો સમાવેશ થાય છે. કમાઉ દિકરા સમાન ગણાતા આદિપુરમાં સારા એવા પ્રમાણમાં ટ્રાફિક મળે છે અને રેલ્વે પ્રશાસનને આવક પણ રળી આપે છે. અગાઉ સયાજીનગરી, કચ્છ એક્સપ્રેસના સ્ટોપ અપાયા હતા તેમ ફરીથી આદિપુર રેલ્વે સ્ટેશન પર આ વિવિધ ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેવી માગણી મુસાફરોમાંથી ઉઠી રહી છે.

ગાંધીધામ તેમજ આદિપુરમાં પરપ્રાંતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. રોજગારી માટે આવતા આ પરિવારો માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, બીહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ વગેરે રાજ્યોમાં ટ્રેનની વિવિધ સુવિધાઓ ઉભી થાય તે માટે અવાર નવાર જુદા જુદા સંગઠનો અને પરપ્રાંતના વર્તુળો દ્વારા માગણી કરવામાં આવી છે જેના ભાગરૂપે અગાઉ શરૂ પણ કરવામાં આવી હતી. અન્ય ટ્રેનોની સીધી સુવિધાઓ મળે તે માટે હજુ માગણી ચાલુ જ છે. રેલ્વે પ્રશાસન દ્વારા જુદી જુદી ટ્રેનની સવલતો અહીં પુરી પાડવામાં આવે તેવી માગણી પણ ઉઠી રહી છે. ઉલ્લેખનિય છે કે વૈષ્ણોદેવી જવા માટે તાજેતરમાં ફરીથી ટ્રેન શરૂ કરવામાં આવી છે જેને લઇને લોકોમાં આનંદની લાગણી છવાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો