તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:ડીપીટીમાં એક જ જગ્યા પર વર્ષોથી ચીપકી બેઠેલા કર્મીઓને બદલાવો

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીવીસીની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા યુનિયનની માગણી

સીવીસીની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવું જોઇએ તેમાં દીન દયાળ પોર્ટમાં કેટલીક વખત યુનિયનનો છેદ ઉડાડવામાં આવતો હોવાની બૂમ ઉઠે છે. કેટલાક કર્મચારીઓ વર્ષોથી એક ની એક જગ્યા પર કાર્યરત છે અથવા તો તેનું મહેકમ કંડલા બોલતું હોય પણ કામ એઓ બિલ્ડિંગમાં કરતા હોય તેવો ચણભણાટ પણ ઉઠે છે. 1લી જુલાઇ ના સંબંધિત કર્મચારીઓના ઓર્ડરો નીકળી ગયા હોય અને તેનું પાલન પણ કરાવવામાં આવે છે. કુશળ અકુશળ અસંગઠિત સંગઠન દ્વારા ચેરમેન અને વાઇસ ચેરમેનને પત્ર પાઠવી વર્ષોથી એક ટેબલ પર કાર્યરત કર્મચારીને બદલવા માગણી કરવામાં આવી છે.

ચેરમેનને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, દર વર્ષે જુલાઇ માસમાં મિનિસ્ટ્રીયલ સ્ટાફની ગાંધીધામ-કંડલા માટે બદલી થતી હોય છે પણ ચાલુ વર્ષે ડીપીટી દ્વારા પરિપત્ર બહાર પાડવા થયેલા વિલંબ બદલ યુનિયનના મહાસચિવ વેલજીભાઇ જાટે ડીપીટી ચેરમેન અને સેક્રેટરીને તા.5 મી ના રોજ રજુઆત કરી હતી. પ્રસ્તાવિત બદલીના આદેશ બહાર પાડવા સમયે સીવીસીની માર્ગદર્શિકાનું પાલન કરવા અને ભાઇ-ભત્રીજા વાદ ન અપનાવી પારદર્શિતા સાથે બદલીના આદેશ બહાર પાડવા માગણી કરી હતી. એક જ સ્થાને કેટલાક કર્મીઓ 5 થી 7 વર્ષથી અડિંગો જમાવીને બેઠા છે તેની બદલી થતી નથી. ગાંધીધામ-કંડલા ટ્રાન્સફર પોલીસી મુજબ કર્મચારીને એક જ વિભાગમાં પાંચ વર્ષથી વધુ સમય થયો હોય તો તેનો વિભાગ બદલાવવો જોઇએ તે કેટલાક કર્મચારીઓમાં થતું નથી. કોઇ પણ પ્રકારના ભેદભાવ વિના પારદર્શીતાથીબદલી કરવામાં આવે જેથી કોઇ કર્મચારીને અસંતોષ ન થાય.

દર વખતે ફરિયાદ ઉઠે છે
સીવીસીની માર્ગદર્શિકાનું પાલન કરવા માગણી ઉઠે છે પરંતુ દર વર્ષે કોઇ ને કોઇ ફરિયાદો ઉઠે જ છે. અગાઉ થયેલી બદલીમાં કેટલાક કર્મચારીઓની કાગળ પર જ બદલી બતાવવામાં એટલા માટે આવતી હતી કે જે-તે વિભાગના હેડ તેના માનીતા કર્મચારીને છુટા કરવા માગતા ન હતા જેને લઇને સન્નિષ્ઠ કર્મચારીઓને અન્યાય પણ થતો હોવાની બૂમ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...