તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ઝીરો પોઇન્ટથી ખારીરોહર ફાટક સુધીના રસ્તાની અંતે મરંમત કરાઇ

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટી દ્વારા રેલવે ઓવરબ્રિજનું કામ ધમધમી રહ્યું છે
  • વૈકલ્પિક રસ્તાને લઇને સૂર ઉઠ્યા પછી પ્રશાસન દ્વારા પગલા ભરાયા

દીન દયાળ પોર્ટ દ્વારા ઝીરો પોઇન્ટથી આગળ રેલવે ઓવરબ્રીજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજે બે વર્ષ સુધી ચાલનારા આ કામને લઇને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા વૈકલ્પિક રસ્તા પર વાહનોની અવરજવર કરાવવા માટે માગણી ઉઠી હતી. ઝીરો પોઇન્ટથી ખારીરોહર ફાટક સુધીના આ રોડ જર્જરિત હોય તેની મરંમત કરાવવા થયેલી રજૂઆત બાદ આખરે પોર્ટ પ્રશાસન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. વૈકલ્પિક રોડના કામ એક માસમાં પૂર્ણ થશે તેવો દાવો કુશળ-અકુશળ અસંગઠીત કામદાર સંગઠન ઇસ્ટ-વેસ્ટ કચ્છના વેલજીભાઇ જાટે કરીને આ બાબતે યુનિયને પણ અગાઉ રજૂઆત કરી હતી. અકસ્માતનું પ્રમાણ ઘટશે અને સમસ્યાનો પણ તાકીદે ઉકેલ આવશે તેમ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો