તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાથરણાવાળા ફરી ગોઠવાતા હટાવાયા

ગાંધીધામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ દબાણ હટાવીને વેપારીઓને પેશકદમીના મુદ્દે ખાતરી અપાઇ હતી

ગાંધીધામ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા જે કામગીરી થાય છે તેમાં જે તે સમયે દબાણ તો દૂર થાય છે પરંતુ દબાણ યથાવત થઇ જતા હોવાની ફરિયાદો અવારનવાર ઉઠે છે. થોડા સમય પહેલા મુખ્ય બજાર વિસ્તારમાં દુકાનો સામેના પાથરણાના દબાણ દૂર કરવા મુદ્દે અગાઉ આપવામાં આવેલી રજૂઆત પછી પાલિકાએ પગલા પણ ભર્યા હતા અને જે તે સમયે વેપારીઓ સાથે રકઝક પણ થઇ હતી.

વેપારીઓ પોતાની દુકાનની સામે પાથરણા વાળાને બેસવા નહીં દે તેવું પણ નક્કી થયું હતું પરંતુ આજે કેટલીક દુકાનની સામે પાથરણાવાળા ગોઠવાતા વિરોધ થયો હતો. પાલિકાને આ બાબતની જાણ કરવામાં આવતાં પાથરણા દૂર કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કરાયોહતો. જોકે, પાછળથી પાથરણા વાળા બેસી ગયાની ફરિયાદ પણ ઉઠી રહી છે.

શહેરમાં દિન પ્રતિદિન દબાણો વધી રહ્યા છે. ખાસ કરીને મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં ફૂટપાથ પર રાહદારીઓને ચાલવું મુશ્કેલ બની રહ્યું છે. પાથરણાવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં પાલિકા નિષ્ફળ ગઇ છે. જેને લઇને વેપારી અને પાથરણા વાળા વચ્ચે રકઝકની સ્થિતિ અવારનવાર સર્જાય છે. આજે પણ આવી સ્થિતિ ઉભી થઇ હતી. સૂત્રોના દાવા મુજબ પાલિકા અને પોલીસે આવીને પાથરણા વાળાને હટાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો