તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:પાલિકાના ઉપપ્રમુખને કલંકીત વર્તણુંક બદલ પદ પરથી દૂર કરો

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના નગર સેવકે નિયમ ટાંકીને કલેક્ટરને કરી રજૂઆત
  • બળવંત ઠક્કરે ચૂંટણીનું સોગંદનામું પણ ખોટું જાહેર કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

પાલિકાના ઉપપ્રમુખને રાપરની કોર્ટમાં ઓળખતા ન હોવા છતાં આરોપીને જાણતા હોવાનું જણાવ્યું હતું. જેમાં ઇપી કોડની કલમ 419, 181, 114 મુજબનો સજાને પાત્ર ગુનો કર્યાનો આક્ષેપ હતો. જેમાં કોર્ટે ત્રણ વર્ષની કેદની સજાનો હુકમ તા.5-7ના આપી સીપીસીની કલમ 360 મુજબ પ્રોબેશનનો લાભ આપી સુધરવાની તક આપી છે. ઉપરાંત પાલિકાની ચૂંટણી વેળા સોગંદનામામાં ખોટું સોગંદનામું કર્યું જણાવી કલમ 37(1) અને કલમ 37 મુજબ તેને હોદ્દા પરથી દૂર કરવા કોંગ્રેસના નગરસેવકે કલેક્ટરને પત્ર પાઠવી માગણી કરી છે.

કોંગ્રેસના સમીપ જોશીએ કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, પાલિકાના ઉપપ્રમુખ બળવંતભાઇ છગનલાલ રાજદે તે બળવંત છગનલાલ ઠક્કર અનૈતિક અણછાજતી કલંકીત વર્તણુંકથી નગરપાલિકાને શરમ અને નામોશીની સ્થિતિમાં મુકી દીધી છે. રાપરની કોર્ટમાં 11-12-94 દરમિયાન આહિર અરજણ ઉર્ફે અજા બચુને તા.10-12-94ના દારૂ સાથે પકડાયેલો ત્યારે ખોટું નામ વાઘજી રવા આહિર ધારણ કરી જામીન પર છૂટી ગયો હતો. તેમજ વાઘજી રવા આહિરને બળવંત ઠક્કર ઓળખતા ન હોવા છતાં પ્રતિજ્ઞા ઉપર કોર્ટને ખોટી ઓળખાણ આપી હતી. કોર્ટે આપેલા ચૂકાદા પછી બળવંત ઠક્કર નગરપાલિકાના નગરસેવક અને ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. તેની આ કલંકીત વર્તણુંકથી પાલિકાને શરમ- નામોશી સ્થિતિમાં મુકી દીધી છે.

વળી, 2021ની પાલિકાની સામાન્ય ચૂંટણી વેળા રાપર ક્રિમીનલ કેસ નં. 284/1997ની વિગતો જાહેર કરી ન હતી. ચૂંટણી અધિકારી સમક્ષ ખોટું સોગંદનામું કર્યાનું જણાવીને તેને પાલિકાના હોદ્દા પરથી ગેરલાયક ઠેરવવી પદ પરથી દૂર કરવા માગણી કરી છે. જ્યારે ચીફ ઓફિસર દ્વારા પાલિકામાં ફાળવેલા ચેમ્બર પણ તેની પાસેથી લઇ લેવામાં આવે.

ભાજપની એક લોબી ગેલમાં આવી
ઉપપ્રમુખ બળવંત ઠક્કર હાલ પાલિકાના જુદા જુદા અગાઉના શાસકોના લેવામાં આવેલા નિર્ણયો સામે તપાસ કરીને પાલિકાને ખોટના ખાડામાં ઉતારવામાં આવતા સહિતના મુદ્દે પત્ર વ્યવહાર શરૂ કર્યા છે. અગાઉના નિર્ણયો પછી પ્રજાના પૈસાનો વેડફાટ કેટલાક સ્થળો પર થતો હોવા સહિતના મુદ્દે તેઓએ ઝંડો પણ ઉગામ્યો છે. જેને લઇને ભાજપના કેટલાક વર્ગમાં અળખામણા પણ થઇ રહ્યા છે. તેને હોદ્દા પરથી દૂર કરવાની આ માગણીને લઇને ભાજપની આ લોબી હાલ ગેલમાં આવી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...