તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:પોઝિટિવ આવી રહેલા મહતમ કેસમાં ડીપીટી, કાસેઝ અને ઈફ્કોનો સબંધ

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 7 નવા કેસ, પ્રત્યક્ષ કે પરોક્ષ આ ત્રણ સંસ્થાઓનો નાતો ચિંતાજનક
  • પોર્ટના સિનિયર ક્લાર્ક સહિત વધુ બે પોઝિટિવ

ગાંધીધામ સંકુલમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો હવે સતત વધી રહ્યો છે, જેના કેસનું વિશ્લેષણ કરતા સામે આવી રહેલા મહતમ કેસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ડીપીટી, કાસેઝ અને ઈફ્કોના ક્નેક્શન હોવાનું સામે આવી રહ્યાનું પ્રાથમિક તારણોમાં જણાઈ રહ્યું છે. જેથી શું આ ત્રણ વ્યવસ્થાઓ કોરોનાના સેન્ટર બનવા તરફ ધસી રહી છે? તે પ્રશ્ન જાણકારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વચ્ચે બુધવારે વધુ 7 કેસ સામે આવ્યા હતા.

ચેરમેન સેલ્ફ આઈસોલેશનમાં ગયા
બુધવારના ગાંધીધામ સંકુલમાં વધુ 7 કેસ સામે આવ્યા હતા, જેમાં દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના સીનીયર ક્લાર્ક અને ઓફિસ સુપ્રીટેન્ડંટનો સમાવેશ થાય છે. જેના કારણે પોર્ટ ચેરમેનએ પણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એકાંતવાસ સ્વિકાર્યો હોવાનું પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણી સાથે વાતચીતમાં બહાર આવ્યું હતું. જ્યારે કે ડેપ્યુટી ચેરમેન ક્લાર્કના સીધા સંપર્કમાં આવ્યા નહતા. જેમને પોઝિટિવ આવ્યા છે, તેવો ગત સપ્તાહથી પોતાની તબીયત યોગ્ય ન હોવાથી ઓફિસ આવતા ન હોવાનું પોર્ટના સુત્રોએ જણાવ્યું હતું. પરંતુ નિયમાનુસાર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કચેરીના ઓફિસ આસીસ્ટન્ટને પણ સેલ્ફ ક્વોરાન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે અન્ય બે આવેલા પોઝિટિવ કેસ પણ પોર્ટ સંલગ્ન હોવાનું જાણવા મળે છે. તો અપનાનગર વિસ્તારમાં સામે આવી રહેલા કેસ તેમજ સુંદરપુરીમાં વધુ બે સામે આવેલા કેસ કાસેઝની હિન્દુસ્તાન લીવર કંપનીમાં કાર્યરત કર્મચારીનું હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. કાસેઝમાંથી આવેલો આ 5મો કેસ છે, તો આટલાજ કેસ ઈફ્કોમાંથી પણ સામે આવી ચુક્યા છે. આ ત્રણેય વ્યવસ્થાઓ વિશાળ છે અને હજારો લોકોને સાંકળે છે, જેમાંથી સતત વધી રહેલા કેસ અને તેના સંલગ્ન પોઝિટિવ આવી રહેલા કેસ શહેર માટે ભવિષ્ય માટે ચીંતાનો વિષય બની રહે તેમ છે.

ઉદ્યોગપતિના પુત્રની સગાઈમાં ઉપસ્થિત 2ની તબીયત લથડી, ગંભીરતાનો અભાવ
ગાંધીધામના ઉધોગપતિના પરિવાર દ્વારા આયોજીત વેવીશાળના આયોજનમાં સંકુલના અગ્રગણ્ય લોકોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે યોજાયેલા આ સમારોહમાં ઉપસ્થિત બે લોકોની તબીયત બગડી હોવાનું અને આ આંકડો વધે તેવી સંભાવના હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આજ પ્રકારની સ્થિતી અગાઉ પણ એક ખાનગી આયોજનના કારણે થઈ ચુકી છે ત્યારે હજુ પણ સ્થિતીની ગંભીરતાનો અંદાજો એક વર્ગ ન લેતો હોવાનો અંદેશો તે પરથી લગાવી શકાય તો સપનાનગરમાં લગ્ન પ્રસંગે 70 જેટલા લોકો સાથે જાન કાઢવામાં આવી હોવાના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...