તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને નાથવા જેની એક વર્ષથી રાહ જોવાઈ રહી છે તે કોરોનાની વેક્સિન હવે આવવાની તૈયારીમાં છે ત્યારે તેને અનુલક્ષીને વિવિધ તૈયારીઓ સ્થાનિક ધોરણે પણ કરવામાં આવી રહી છે. ગાંધીધામ તાલુકામાં હેલ્થ કેર અને શિક્ષકો સહિત કોરોના વોરીયર્સની યાદી તૈયાર થયા બાદ હવે 50 વર્ષથી વધુના વય ધરાવતા નાગરિકોની સુચી તૈયાર કરવામાં આવી રહી છે.
તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન આવ્યા બાદ તેનું વિતરણ કઈ રીતે થશે તે માટે વિવિધ તાલીમ વર્ગો વિભાગ દ્વારા યોજાયા છે અને તે માટેની સરકારી માર્ગદર્શિકા અનુસારની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. જેમાં અત્યાર સુધી તબીબો, નર્સ સહિતના સ્ટાફ ગણીને હેલ્થ વર્કર્સને 1800 જેટલા, 1200 જેટલા શિક્ષકો તેમજ સંલગ્ન સર્વેક્ષણ અને તે માટેની પ્રક્રિયા સાથે જોડાયેલા 1200થી વધુ તેમજ અન્યોને ગણીને ગાંધીધામ તાલુકામાં 4 હજાર જેટલા લોકોને પહેલાજ પ્રાથમિકતાની સુચીમાં ચીહ્નીંત કરાઈ ચુક્યા છે.
આ સાથે હવે 50થી વધુની વય ધરાવતા લોકોની સુચી બનાવવાનું કાર્ય હાલ ચાલી રહ્યું છે. જે માટે આરોગ્ય વિભાગની ટીમો વિવિધ સ્થળો પર જઈને સર્વે કરીને માહિતી મેળવી રહી છે. પરંતુ આ તમામ બાદ પણ જો કોઇ છુટી જતું જણાય તો પોતાના નામ, આઈડી પ્રૂફ અને આધાર કાર્ડ સીવાયના પ્રુફ સાથે નોંધણી કરાવવા માટે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવામાં આવે તેમ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. નોંધવું રહ્યું કે કોરોનાની રસીને લઈને હવે જ્યારે બે થી ત્રણ મહિનામાં તેનું વિતરણ શરૂ થશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ ચુકી છે ત્યારે તે કઈ રીતે થશે તે માટે સતત આરોગ્ય વિભાગ દ્વારા કમર કસવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.