તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માસ્ક પહેર્યું ન હોય તેવા લોકો પાસેથી બે દિ’માં 25 હજારથી વધુની વસૂલાત

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામ સંકુલમાં વધુ 8 કેસ નોંધાતા તંત્ર વધુ સાબદુ બન્યું
 • પાલિકા, પોલીસ, મામલતદાર કચેરી દ્વારા સમયાંતરે થઇ રહી છે કામગીરી

ગાંધીધામમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ માસ્ક જ વેક્સિન છે તેની ઉપર ભાર મુકીને નિયમનું પાલન ન કરનારને દંડવામાં આવી રહ્યા છે. શીપ બ્રેકર્સ, સ્ટીવીડોર્સ સહિતના એકમોના સ્થળની આસપાસ આજે સવારના સમયે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 12 હજારથી વધુની વસૂલાત માસ્ક પહેર્યું ન હોય તેવા લોકો પાસેથી કરવામાં આવી હતી.

અગાઉ પણ અંદાજે 13 હજારની વસૂલાત થઇ છે. બે દિવસમાં 25 હજારથી વધુ રકમ તંત્રની તિજોરીમાં આવી છે. જોકે, એક વાહન ચાલક પાસે પૈસા ન હોવાથી માંડ માંડ રોજીરોટી રળતા હોય દંડની રકમને બદલે રિક્ષાની ચાવી ચેકીંગ સ્કવોડને આપી દેતાં ચેકીંગ કરનાર અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાઇ ગયા હતા. દરમિયાન આજે કચ્છમાં 30 કેસ નોંધાયા છે. જેમાંગાંધીધામમાં 8 કેસનો સમાવેશ થાય છે. પોઝિટિવ આવેલા આ કેસને લઇને ગાંધીધામનો આંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. લોકોએ આળસ ખંખેરીને નિયમનું પાલન કરવામાં કચાસ રાખવી ન જોઇએ.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં માસ્ક ન પહેર્યું હોય તેની સામે તવાઇ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કોરોનાના વધી રહેલા કેસને લઇને પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માસ્ક ન પહેર્યું હોય તેવા લોકો સામે કડકાઇ દાખવવા માટે તંત્ર દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. બે દિવસમાં થયેલા ચેકીંગમાં પાલિકા, મામલતદાર કચેરી અને પોલીસના સ્ટાફે 25 હજારથી વધુ રકમ દંડની વસૂલાત કરી હતી.

મુસાફર પાસેથી દંડ વસૂલાયો
જાણકાર વર્તુળના જણાવ્યા મુજબ ચેકીંગ દરમિયાન વાહન ચાલક દ્વારા દંડની એક હજાર રકમ આપવા અસમર્થતા દાખવવામાં આવી હતી. જેને લઇને વાહનમાં મુસાફરી કરી રહેલા ચાર યાત્રિકો પાસેથી 250- 250 ઉઘરાવીને દંડની વસૂલાત કરવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે. છકડામાં સામાજિક અંતર જાળવ્યા વગર આડેધડ પ્રવાસીઓને બેસાડવામાં આવી રહ્યાની ફરિયાદ પણ ઉઠી રહી છે. આવી રીતે અન્ય કેટલાય વાહનોમાં સામાજિક અંતર જાળવવામાં આવતું ન હોવાનો ચણભણાટ ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો