ભુજ:બેઠા થવા કચ્છમાં રહેલી ઉજળી તક ઓળખો

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બરે જીઆઈડીસી સેક્રેટરીને મોકલ્યા સુચનો

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના સેક્રેટરી અને વાઈસ ચેરમેન, એમડી એમ. થેન્નારસન સમક્ષ કોરોના આપદાકાળ વચ્ચે આર્થિક મારમાંથી ઉધોગોને ઉભા કરવા અને કચ્છમાં રહેલી ઉજળી તકોને ઓળખવા માટેના સુચનો આપ્યા હતા. 

કોફી ટેબલ બુકનો ઉપયોગ કરી શકાય છે
ચેમ્બર પ્રમુખ અનિલ કુમાર જૈનએ પત્રમાં જણાવ્યું છે કે જે રીતે કચ્છના ભુકંપ બાદ કચ્છની ઈકોનોમીને વેગવાન બનાવવાનો દાખલો સીમાચીહ્નરુપ છે ત્યારે કોરોના આપદાકાળમાં પણ પ્રધાનમંત્રી આવી તકોનું સર્જન કરશે તેવી આશા વ્યક્ત કરીને તેમણે સોફ્ટ અને હાર્ડ બંન્ને પ્રકારના વુડ માટે એશીયાનું સૌથી મોટુ હબ કચ્છ ફર્નીચર પાર્ક થકી બની શકે, બે મોટા પોર્ટ હોવાના કારણે ટ્રેડીંગ હબ તરીકે,એડીબલ ઓઈલ સ્ટોરેજ, સ્ટીલ ઉધોગના વિકાસ, એગ્રો આધારીત ઉધોગ, પર્યટન, મીઠા ઉધોગમાં રહેલી સંભાવનાઓને ઓળખીને તેને પ્રોત્સાહન આપવા સુચન કર્યું હતું. સાથે મુખ્યમંત્રીના હસ્તે ગત વર્ષે રીલીઝ કરાયેલી ચેમ્બર દ્વારા નિર્મીત અને કચ્છને વિવિધ તકોની ભુમી તરીકે દર્શાવતી કોફી ટેબલ બુકનો ઉપયોગ કરી શકાય છે.

GSTમાં છુટછાટ, MSME માટે GIDC
ચેમ્બર દ્વારા દર્શાવેલા કેટલા નિશ્ચીંત પગલાઓની માંગમાં જીએસટીમાં 50% જેટલાની રાહત અને પુર્વ પેનલ્ટી, ભરણામાં છુટછાટો, સ્થળાંતર કરી ચુકેલા શ્રમિકોને ખાનગી સેક્ટર સાથે સંભાળ રાખવાની અલાયદી વ્યવસ્થાનું નિર્માણ, પાણીની માંગને જોતા બે મોટી સાઈઝના પ્લાન્ટ્સ, મેટ્રો સીટી જેવું સ્ટાર્ટઅપ કલ્ચર, એમએસએમઈ માટે અલાયદુ જીઆઈડીસી અને નબળા નાના ઉધોગો માટે સહયોગ, સ્ટેમ્પ ડ્યુટીમાં છુટછાટ, પીજીવીસીએલના ચાર્જીસને માફ કરવા જેવા સુચનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...