તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પાણી માટે જુના જોગીની ફરી સેવા લેવાઇ?

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંકુલમાં પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે આયોજન

ગાંધીધામ નગરપાલિકા દ્વારા પુરતા પ્રમાણમાં પાણી નર્મદાનું ઉપાડવામાં આવે છે. વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે અવારનવાર જુદા જુદા વિસ્તારમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠે છે. દરમિયાન જાણકાર અધિકારી જે તે વિભાગનો ન હોવાથી કેટલીક વખત મુશ્કેલીઓ કે વિલંબ પણ લોકોના કામોમાં થતા હોય છે. પાણીની વિતરણ વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીએ કોઇ કારણોસર અગાઉ સેવા આપવાનો ઇન્કાર કર્યા બાદ તેમને મનાવી લેવામાં આવ્યા હોવાની વિગત બહાર આવી રહી છે. જોકે, સત્તાવાર સમર્થન મળતું નથી. ગાંધીધામ- આદિપુરમાં પીવાના પાણી માટે અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ગાંધીધામમાં એકાંતરે અને આદિપુરમાં ત્રણ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આદિપુરમાં નર્મદાનું ત્રણ એમએલડી પાણી ઉપરાંત બોરથી પાણીનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે ગાંધીધામમાં અંદાજે 30 એમએલડી જેટલું પાણીનું વિતરણ શહેરના જુદા જુદા વિસ્તારની શિડ્યુલ મુજબ કરવામાં આવે છે. થોડા સમય પહેલા પાણી વિભાગના અનુભવી કર્મચારી હરાણીએ કામગીરી કરવા માટેનો ઇન્કાર કર્યો હતો. જેને લઇને છેલ્લા થોડા દિવસ પાણીની વિતરણ વ્યવસ્થાનો પ્રશ્ન ઉઠ્યો હતો. ત્યાર બાદ હાલ આ કર્મચારીને પદાધિકારીઓ દ્વારા સમજાવી લેવામાં આવ્યા હોવાની વિગત મળી રહી છે અને પાણીની કામગીરીમાં પુન: જોતરાઇ ગયા હોય તેમ જણાય છે.

શિયાળામાં પાણીની બુમરાડ ઉઠતી નથી
નગરપાલિકાને 30 કરોડના ખર્ચે પાણીની લાઇનનું નેટવર્ક ગોઠવવા જીયુડીસી દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં પાણીની નવી લાઇન નાખવામાં આવી રહી છે અને જુની લાઇન બંધ કરવામાં આવતા પાણીના શિડ્યુલ મુજબ જે તે વિસ્તારમાં પાણી મળતું થયું હોવાની વિગત મળી રહી છે. હજુ આ બાબતે કામગીરી ચાલું હોય તબક્કાવાર જે તે વિસ્તારોમાં પાણીની નવી લાઇન નાખવામાં આવી રહી છે ત્યાં પાણીની લાઇનના નવા જોડાણો આપવામાં આવી રહ્યા છે. દરમિયાન લાઇન લીકેજ કે વિતરણ વ્યવસ્થાની ખામીને લઇને જુદા જુદા વિસ્તારોમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. હાલ આવી સામાન્ય ફરિયાદોને બાદ કરતા બહુ મોટી ફરિયાદો જણાતી નથી.

સુધરાઇના જુદા જુદા વિભાગોમાં અનુભવી કર્મીઓની ખોટ સાલી રહી છે
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ગાંધીધામ નગરપાલિકામાં જે તે વિભાગમાં કામ કરતા કર્મચારીઓ પૈકી કેટલાક કર્મચારીઓ નિવૃત થતાં તેને કોન્ટ્રાક્ટ બેઝથી લેવામાં આવ્યા છે. જુનિયર ઇજનેર પ્રકાશ જુરાણીએ રાજીનામું આપ્યા પછી અન્ય કેટલાય પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. તેની અવેજીમાં આવેલા અધિકારી પાસે હજુ જુદી જુદી નેટવર્કની કામગીરી સહિતની
બાબતોમાં એટલો અનુભવ ન હોવાથી પ્રશ્નો ઉઠે તે સ્વભાવિક છે. અન્ય વિભાગોમાં પણ આવી રીતે અનુભવી કર્મચારીઓની ખોટ સાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો