કાયાકલ્પની કાર્યવાહી:બ્રિજ નીચે ગાર્ડન બનાવવા પુન: કવાયત

ગાંધીધામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાતાઓનો સંપર્ક સાધીને વધુને વધુ સુવિધાઓ લોકભાગીદારીથી ઉપાડે તેવા પ્રયાસ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા હાલ દબાણ દૂર કરવાની દિશામાં પગલા ભરવામાં આવ્યા છે. શહેરના પ્રવેશદ્વાર પાસે ખડકાયેલા આડેધડ દબાણો દૂર કરીને વ્યવસ્થિત રીતે આયોજન કરવા માટે ધીમી ગતિએ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં કોઇ ઓટ ન આવે તે પણ જોવું પડશે. દરમિયાન રેલવે સ્ટેશનની સામે બ્રિજ નીચે દબાણ કરી બેઠેલા લોકોને દૂર કરીને પુન: બગીચો બનાવવાની દિશામાં પાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

શહેરમાં લોકોને સારી સુવિધા મળી રહે તે માટે વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. કોઇને કોઇ બાબતોમાં પરીબળો અડચણરૂપ બનતા હોવાથી તેમાં જોઇએ તેવું પરીણામ સમયસર આવી શકતું નથી તેવો કચવાટ જે તે સમયે ઉઠી ચૂક્યો છે. ખુદ ભાજપના વર્તૂળોમાં પણ તેમને સોંપવામાં આવતા કામો થતા ન હોવા સહિતના મુદ્દે કેટલાક સભ્યો દ્વારા ફરિયાદો કરવામાં આવે છે. દરમિયાન રેલવે સ્ટેશન સામેની બ્રિજ નીચે દાતાઓના સહયોગથી ગાર્ડન બનાવવા માટે ફરી એક વખત પાલિકાએ કમર કસી છે. પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પુનીત દુધરેજીયાએ આજે આ સ્થળ પર જઇને વિઝિટ લઇને જણાવ્યું હતું કે, દબાણ હટાવ્યા પછી આ સ્થળ પર બગીચો બનાવવાની દિશામાં દાતાઓનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. અન્ય સ્થળો પર પણ આવી રીતે સુવિધા ઉભીથાય તે મટે પગલા ભરવમાં આવી રહ્યા છે. આજની કાર્યવાહી સમયે સ્થળ નિરીક્ષણમાં સેનીટેશન કમિટિના ચેરમેન કમલ શર્મા પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં અગાઉ દાતાઓના સહયોગથી વિવિધ સુવિધાઓ ઉભી કરાઇ તેમાં કેટલાકમાં દબાણને લઇને દાતાઓએ પીછેહઠ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...