તપાસ:રે કળયુગ, ગટર ચેમ્બરમાં નવજાત શિશુ તરછોડાયું, ગટરની સફાઇ કરતી સમયે મળી આવ્યું

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી

ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેની ગટરની ચેમ્બરમાં તરછોડાયેલું નવજાત શિશુ મળી આવતાં દોડધામ મચી હતી. ગટરની સફાઇ માટે આવેલા સફાઇ કર્મચારીને મળતાં આ બાબતે તેણે તરછોડનાર વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

નવી સુંદરપુરી ખાતે રહેતા અને ગાંધીધામ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા લાલાભાઇ ગાંડાભાઇ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સવારે 8 થી 5 દરમિયાન તેમને ગુજરાત હાઉસિંગ બોર્ડની ગટરની સફાઇની કામગીરી તેમને સોંપાઇ હતી ત્યારે કમ્પલેન લખનાર રવિભાઇએ તેમને હાઉસિંગ બોર્ડના 72 નંબરના મકાન પાસેની ગટરમાં કચરો ભરાઇ ગયો છે

તે સાફ કરવાનું કહેતાં તે મકાન પાસેની ગટરની ચેમ્બર ખોલતાં અંદર તાજું જન્મેલું બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું હતું જે બાબતે આ વિસ્તારના નગરસેવક મનોજ ચાવડાને પણ જાણ કરાતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરાતાં બી-ડિવિઝન પોલીસ પણ પહોંચી હતી. આ નવજાત બાળકને તરછોડી ગટરની ચેમ્બરમાં ફેંકી દેનાર વિરૂધ્ધ ગુનો તેમણે નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...