સાવચેતી રાખવીની જરૂરી:કોરોનાની તકેદારીમાં કચાશ ગંભીર ખતરો સર્જશે

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે : વેક્સિન આપવા પણ કેન્દ્રોમાં કરાઇ છે વ્યવસ્થા
  • છાત્રોને પણ આરટીપીસીઆર ટેસ્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા હોવાનો સરકારી તંત્રનો દાવો

કોરોનાના વેવમાં એક સમયે તો સુરક્ષિત જણાતા સંકુલમાં ત્યારબાદ કેસની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ કેસ નીકળ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા પગલાં ભરવામાં આવ્યા હતા. હાલ કોરોના ના કેસ માં આવેલા અંકુશ પછી ગાફેલ લેવાને બદલે સાવચેતી રાખવી જરૂરી બની છે. છાત્રો સહિત અન્ય લોકોના રોજના સરેરાશ 200 ના પીસીઆર કેસ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ આ વિસ્તારોમાં આપવા માટે પણ વેક્સિન આપવા માટે પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જુદી સંસ્થાઓના સહયોગથી કેમ રાખીને વેક્સિન થી લોકો વંચિત ન રહે તે માટે પણ ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ વેક્સિનના ડોઝ ઓછા આવતા હોવાથી કેટલીક વખત લોકોને વેક્સિન આપ્યા વગર પાછા મોકલવા પડે તેવી સ્થિતિ ઊભી થતી હોય છે. જોકે કોરોના સામે થોડી પણ બેદરકારી આગામી દિવસોમાં સંકુલ માટે ખતરો ઉભો કરી શકે તેમ છે. શહેરમાં કોરોનાના વેવનું પ્રમાણ ઘટતા લોકો જે બજારોમાં ભીડ પણ ઉંમટી રહી છે અને જુદા કાર્યક્રમો પણ થઈ રહ્યા છે.

કેટલાક સ્થળો પર નિયમનું પાલન થાય છે. જ્યારે કેટલીક જગ્યાએ હજુ નિયમમાં ક્યાંય કચાશ રાખવામાં આવતી હોય કે ગાફેલ રહેતા હોવાની વૃતિ ખતરનાક ગંભીર પરિણામો લાવી શકે તેમ છે. જનજીવન રાબેતા મુજબ થયા પછી સામાજિક અંતર જાળવવા થી લઈને માસ્ક પહેરવાના મુદ્દે જે અભિગમ દાખવવો જોઇએ તેમાં કચાશ દાખવવામાં આવી રહી હોવાની બુમ પણ ઉઠી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા રોજના સરેરાશ 200 જેટલા લોકોના આરોગ્યના ચેકિંગ માટેના ટેસ્ટ કરવામાં આવે છે જેમાં છાત્રોનો પણ સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે, ધોરણ 9 થી12ના છાત્રો માટે આરટીપીસીઆર ટેસ્ટ કરવા અન્ય જિલ્લાઓમાં સુચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગમાં આ બાબતે ખાસ કાળજી રાખવા માટે પણ ટકોર કરવામાં એટલા માટે આવી છે કે, માં શિક્ષણ કાર્ય શરૂ થયું છે તેમાં જો કોઇ કેસ આવશે તો શિક્ષણ કાર્યને પણ તેમાં ફરી અસર પડે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

સરકારની ઉજવણીના કાર્યક્રમમાં ભીડ જામતી હતી
રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં તા.1 થી તા.9 સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લા઼બા સમય પછી યોજાયેલા સેવા સેતૂના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. દીન દયાળ હોલમાં યોજાયેલા અન્ય કાર્યક્રમોમાં સામાજિક અંતર જાળવવાનો છેદ ઉડી ગયો હતો. ઉજવણીના કાર્યક્રમોમાં ભીડ ઉમટતી હતી જેમાં નિયમનું પાલન ક્યાંક કરવામાં ન આવતાં જે-તે સમયે ટકોર પણ થઇ ચૂકીછે.

અન્ય સમાચારો પણ છે...