તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:રાપરમાં બે બાઇક અથડાતાં એકને ફ્રેક્ચરની ઇજા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાપરના ગુરુકુળ નજીક રોંગ સાઈડમાં આવી રહેલ એક બાઈક સવારે સામે આવી રહેલ બાઈકને ટક્કર મારતાં લેતા પાછળ બેઠેલા પ્રકાશ રમેશ વાઘેલાને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી.જેમને તાબડતોબ પ્રથમ રાપરની સાવલા હોસ્પિટલ ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો જોકે ઈજાઓ વધુ હોવાથી ગાંધીધામ રીફર કરાશે તેવી શકયતા પરિવારજનોએ જતાવી હતી. તો જેણે હીરોગીરી કરી ને બાઈક અથડાવી હતી તે રાપરના અયોધ્યાપુરીમાં આવેલ એક ખાનગી ડેરીમાં નોકરી કરતો હોવાનાં કારણે ઘાયલ યુવકના પરિવારજનો તે ડેરી સંચાલક ગયા ગયા તો તેણે ઉલટાનું રોકડું પરખાવ્યું હતું કે તે અમારી પાસે કામ નથી કરતો. આખરે યુવકના પિતા રમેશભાઈ વાઘેલા દ્વારા આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો