તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રાઇમ:રાપર CPIનું ફેસબૂક એકાઉન્ટ હેક કરી રૂપિયાની માગણી કરાઇ

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયબર માફિયા ખુદ પોલીસ અધિકારીઓને પણ નથી મુકતા
  • રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત અધિકારીએ જાંસામાં ન આવવા અપીલ કરી

ઓનલાઇન વ્યવહારો તેમજ સોશિયલ મીડિયાનો વપરાશ વધ્યા બાદ સાયબર માફિયાઓ બેફામ બની સાયબર ક્રાઇમને અંજામ આપી રહ્યા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવે છે પણ હવે તો આ સાયબર માફિયાઓ ખુદ પોલીસ અધિકારીઓના એકાઉન્ટ પણ હેક કરી રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં હાલ રાપર સીપીઆઇ તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ એમ.જાડેજાનું ફેસબુક એકાઉન્ટ કોઇ શખ્સે હેક કરી રૂપિયા મની માગણી કરી રહ્યો હોવાની જાણ થતાં જ અમદાવાદ રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત રાપરના સીપીઆઇ લોકોને પોતાનું એકાઉન્ટ હેક થું હોવાનું જણાવી આ સાયબર માફિયાના જાંસામાં ન આવવા અપીલ કરી છે.

રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત રાપરના સીપીઆઇ એમ.એમ.જાડેજાએ સોશિયલ મિડીયાના સ્ટેટસ મારફત હેકરે કરેલાન મેસેજ રાખી લોકોને ફસાય નહીસં તે માટે અપીલ કરી છે. હેકર પહેલાં બધાની પુછપરછ કરે છે અને ત્યારબાદ કુછ રૂપિયે ચાહિયે જણાવી રૂ.15,000 માગી બીજા દિવસે પરત આપી દેવાનું જણાવે છે જે હેકર તેમનું એુકાઉન્ટ હેક કરીને માગતો હોવાનું ધ્યાને આવતાં સીપીઆઇ જાડેજાએ લોકોને સ્ટેટસ મારફત અપીલ કરી છે કે મારા ફેસબુક મેસેન્જર થી કોઇ મદદ માગી નાણાની માંગ કરે છે જેથી આવી કોઇ માંગ મારા દ્વારા કરવામાં આવતી નથી જેથી આવી કોઇ પણ રિક્વેસ્ટ આવે તો રિપ્લાય ન આપી ઇગ્નોર કરવા તમામ પરિચિતોને વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...