તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષા પ્રાથમિકતા કે કલેક્શન ?:માસ્ક મુદ્દે કાયદાના રખેવાળો દ્વારા નાગરિકો સાથે ગેરવર્તન કરાયાની રાવ

ગાંધીધામ​​​​​​​4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘પાણી પીવા માસ્ક ઉતાર્યું, ‘ને હજારનો દંડ ફટકારી દેવાયો

કોરોના કાળમાં એક તરફ જ્યાં મંદ આર્થિક ચક્રથી વેપારી થી લઈને નોકરિયાત અને દરેક વર્ગ પરેશાન છે ત્યારે સરકારી નીતિઓમાં સમયાંતરે આવી રહેલા પરિવર્તનોની અસર સામાન્ય વર્ગમાં કેટલી અને કઈ રીતે પડે છે તેનું નિરીક્ષણ આવશ્યક બન્યુ છે. ગાંધીધામમાં માસ્ક ન પહેરાનારાઓ પાસેથી વિવિધ સ્થળે ઉગ્ર બનીને જૉઇન્ટ ઈન્ફોર્સમેન્ટ ટીમે કામ આદર્યું હતું. તો આ તમામ વચ્ચે સામાન્ય નાગરિકોએ નાગરિકોએ સન્માન ઘવાયાની લાગણી વ્યક્ત કરતા નજરે ચડ્યા હતા. રોટરી સર્કલ પાસે તેમજ શહેરના અન્ય સ્થળોએ ધસી આવેલી ટીમોએ સામાન્ય નાગરિકો કોઇ મોટા ગુનેગાર હોય તેમ વર્તન કરીને અપમાનજનક રીતે વર્તણૂક કર્યાની ફરિયાદો વહેતી થઈ હતી. આ અંગે પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓનું સોશ્યલ મીડીયાના માધ્યમથી નાગરિકો ધ્યાન પણ દોરતા નજરે ચડ્યા હતા. તો 200રૂપીયાની દંડની પરચીમાં છેકીને 1 હજાર આંક લખીને પરચી અપાતી હોવાના ફોટાઓ પણ સોશ્યલ મીડીયામાં ફરતા થયા હતા.

ઝંડા ચોક પાસે આધેડએ જણાવ્યું હતું કે તેમણે પાણી પીવા માસ્ક હટાવ્યું, તે સાથેજ સુરક્ષા તંત્રએ ધસી આવીને હજાર રુપીયાનો દંડ ફટકારી દીધો હતો. તો ઓસ્લો ગોલાઈ પાસે નારીયેળની લારીધારકને પણ મોટો દંડ ફટકારતા તે દયનીય સ્થિતિમાં મુકાયો હતો. બીજી તરફ બૅંકિંગ સર્કલ પાસે ટીમે દંડાત્મક કાર્યવાહી કરવા જતા, સામે ચાલતા લગ્ન અંગે લોકોએ ધ્યાન દોરીને તેમને પહેલા દંડ કરવા જણાવતા ટીમે સ્થળ પરથી ચાલતી પકડી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. આ તમામ કિસ્સાઓ વચ્ચે સુરક્ષા મહત્વની છે કે દંડની રકમનું કલેક્શન તે પ્રશ્ન સાથે નાગરિકો સાથે વર્તુણકમાં બદલાવ લવાય તેવો સુર પ્રબળ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો