તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામના આદિપુરના રામબાગ હોસ્પિટમાં ઈન્ચાર્જ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ નિભાવતા તબીબ કે જેમને ગત મહિને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો, જેનો રેપીડ બાદ આરટીપીસીઆર ટેસ્ટ પણ પૉઝિટિવ આવતા મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો.
રામબાગ હોસ્પિટલમાં કાર્યરત ડો. અનુજ શ્રીવાસ્તવને ગત મહિને 16 જાન્યુઆરીના કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. ગત સપ્તાહે તેવો રાજકોટ બેઠકમાં સામેલ થયા બાદથી તેને તાવ જેવા લક્ષણો જોવા મળતા રેપીડ ટેસ્ટ કરાવતાં કોરોના ડિટેક્ટ થતા એકાંતવાસ સ્વિકારીને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો.
જેનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો. તેમના પત્નિનો પણ રિપોર્ટ પૉઝિટિવ આવતા ઘરેજ ક્વોરોન્ટાઈન થયા હતા. નોંધવુ રહ્યું કે કોરોનાની વેક્સિનની પ્રક્રિયા એક નહિ પરંતુ બે ડોઝની છે, જે બંન્ને ડોઝ લીધા બાદ કોરોના સામે કવચનો દાવો કંપનીએ કર્યો છે. ડો. ચેતન વોરાના જણાવ્યા અનુસાર આ પ્રકારના કેસો અન્ય સ્થળોએ પણ આવ્યા હોવાથી આવી સ્થિતીમાં કશું અસામાન્ય ના હોવાનું અને લોકોને નિયમો પાળતા રહેવાની અપીલ કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.