તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતા:દૂષિત પાણીની રામાયણે પાલિકાને દોડતી કરી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની નગરસેવિકાની જાગૃતિને કારણે 25 હજારથી વધુ લોકો રોચગાળામાં સપડાતા બચી ગયા
  • મેઘપર બોરીચીના ડ્રેનેજના ગંદા પાણીની સમસ્યાને લઇને પાલિકા પ્રમુખ
  • મામલતદાર તથા નગરસેવકોનો કાફલો દોડી ગયો : પાણીના સપ્લાય બાદ સ્થિતિ સ્પષ્ટ થશે

ગાંધીધામ નગરપાલિકા દ્વારા આદિપુરમાં પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. 24 ઇંચની મોટી પાણીની લાઇનની આસપાસ મેઘપર બોરીચીની કેટલીક સોસાયટીના ગંદા પાણી ફરી વળતાં ગટર મિશ્રિત પાણી આવે તેવી સંભાવના ઉભી થઇ હતી. ભાજપની નગરસેવિકા દ્વારા પાલિકાનું ધ્યાન દોરીને 25 હજારથી વધુ લોકો દૂષિત પાણીથી બિમાર પડે કે કોઇ બનાવ બને તે પહેલા પગલા ભરવામાં આવે તે માટે માગણી કરવામાં આવી હતી. પાલિકાના પ્રમુખ, મામલતદાર સહિતની ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી જઇને પાણીનો પ્રવાહ આગળ વધે નહીં તે માટે તરાજૂં પાથરવાથી લઇને અન્ય વિવિધ પગલા ભર્યા હતા.

નગરપાલિકાને ફાળવવામાં આવેલા પાણીના પ્રવાહમાંથી બેથી ત્રણ એમએલડી પાણી આદિપુર માટે આપવામાં આવે છે. મેઘપર બોરીચી પાસે આ પાણીની લાઇનની આસપાસ સોસાયટીના ગટરના દૂષિત પાણી ફરી વળ્યા હતા. લાઇન લીકેજ કે અન્ય કોઇ કારણોસર ગટર મિશ્રિત પાણી આવે તેવી શક્યતા પણ ઉભી થઇ હતી. જોકે, કેટલાક ઘરોમાં આ સમસ્યા ઉદ્દભવી પણ હોઇ શકે છે. ભાજપની નગરસેવિકા ઉષા મીઠવાણીએ આ બાબતે પાલિકામાં જાણ કર્યા પછી પાલિકા પ્રમુખ ઇશિતા ટિલવાણી, મામલતદાર ચિરાગ હિરવાણીયા, નગરસેવકો મનોજ ચાવડા, વિજયસિંહ જાડેજા, પપ્પુ ઘેડા, અન્ય આગેવાનોમાં નંદુ મીઠવાણી વગેરે પહોંચી ગયા હતા. પરીસ્થિતિનો તાગ મેળવીને પ્રમુખ દ્વારા તાકીદે પાણીનો નિકાલ કરવાની સાથે સાથે લોકોના આરોગ્ય સાથે ચેંડા ન થાય તે અંગે પગલા ભરવા સૂચના આપવામાં આવી હતી. જેને લઇને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

બે જેસીબી, 6 ટ્રેક્ટર વગેરેને કામે લગાડ્યા
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં બે જેસીબી, 6ટ્રેક્ટરને કામે લગાડીને દૂષિત પાણીનો પ્રવાહ આગળ વધતો અટકે અને કોઇ સમસ્યા ન સર્જાય તે અંગે પગલા ભરવામાં આવ્યા હતા. સૂત્રોના દાવા મુજબ ગુરૂવારે રાત્રે પાણીનો સપ્લાય છે તેમાં કેટલા અંશે કામગીરી થઇ છે અને શું પરીસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકે તેમ છે. જો ધ્યાન દોરવામાં ન આવ્યું હોત તો સાધુ વાસવાણી કૂંજ, દુબઇ ટેક્ષટાઇલ, 6-એબી, 5-એબી, વગેરે વિસ્તારમાં તેની અસર જોવા મળેત તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી હતી.

100થી વધુ સોસાયટીમાં સુવિધાના અભાવની બૂમ સૂત્રોના જણાવ્યા મુજબ આદિપુર અને અંજારને અડીને આવેલા આ મેઘપર બરીચી વિસ્તારમાં વિકાસ થઇ રહ્યો છે. જુદી જુદી સોસાયટીઓ ડેવલોપ થઇ રહી છે. પરંતુ કેટલીક સોસાયટીઓમાં ગટરના પાણીનો નિકાલ થઇ શકે તેવી સુવિધા ન હોવાને લઇને સમસ્યા ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...