વિશ્વ મજદુર દિવસ:મજૂર દિવસે શ્રમિકોના હિત અને હક્કોને યાદ અપાવી એકતાના નારા સાથે રેલી કઢાઇ

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન દ્વારા મજદૂર દિનના ઉપલક્ષમાં વિવિધ આયોજન કરાયા

આજ રોજ વિશ્વ મજદુર દિવસના ઉલ્પક્ષ માં એચએમએસ ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર યુનિયન કંડલા પોર્ટ તરફ થી મજદુર રેલી શહેરના મુખ્ય વિસ્તારથી થઇ ગોપાલપુરીના એસવીપી હોલ પહોંચી પૂર્ણ કરાઇ હતી. ત્યારબાદ એચએમએસના પાયાના પથ્થર એવા મનોહર બેલાનીના અવસાન થયા પછી યુનિયનના આ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

મજદુર દિવસના ઉપલક્ષ પ્રમુખ સત્યનારાયણ અને મુખ્ય અતિથિઓ હસ્તે કેક કાપી અને ચિરાગ વોરા મ્યુજઝીકલ પાર્ટી સાથે શરૂઆત કરાઇ હતી અને સર્વે મજદુર ભાઈઓ માટે ભોજનની વ્યવસ્થાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રેસિડેન્ટ એલ.સત્યનારાયણ,સેક્રેટરી લલિત વરિયાણી, વાઇસ પ્રેસિડેન્ટ જીવરાજ ભાંભી, રાજેશ રાજાણી, દીપમાલા બેન, પ્રિયાક્ષિબેન, રંજનબેન, દીપ્તિ રાઠોડ, સ્મિતાબેન, અનિલ પાનીકર , જેઠાલાલ દેવરિયા, પ્રવીણ ગઢવી, અલી મામદ ચાવડા,રાજેશ રાજાની, મહેશ અખાની, ઉંમર સિદ્દીક, શામજી મહેશ્વરી, અખાની, ક્રિષ્ના રાવ, બિપીન વાઘેલા વગેરે જહેમત ઉપાડી હતી.

કર્તવ્ય ગ્રૂપે મહાપુરૂષોની પ્રતિમા સાફ સફાઇ કરી
ગુજરાતના 62માં સ્થાપના દિવસ નિમિત્તે કર્તવ્ય ગ્રુપ દ્વારા ગાંધીધામમાં આવેલા મહાપુરુષો લોખંડી પુરુષો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબા સાહેબ આંબેડકર, યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવકાનંદ,ગાંધીધામના સ્થાપક ભાઈ પ્રતાપ, વિધાનસભા અધ્યક્ષ ધીરુભાઈ શાહ, રવીન્દ્રનાથ ટાગોર, દલિતોના ભીષ્મ પિતામહ એવા બાબુ જગજીવનરામની પ્રતિમાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પ્રતિમાઓને ફુલ-હાર અર્પણ કરી તેમનું યોગદાન યાદ કર્યું હતું. કર્તવ્ય ગ્રુપમાંથી હંસરાજભાઇ કિરી, રમેશભાઈ પરમાર, સુરેશભાઈ લાલવાણી, વિનોદભાઈ જાંગીડ, શૈલેષ મહેશ્વરી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...